News Continuous Bureau | Mumbai
બોલિવૂડની શ્રેષ્ઠ અને યાદગાર ફિલ્મોની વાત કરીએ તો ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' (Kuch kuch hota hai) પણ આ લિસ્ટમાં ટોપ પર આવે છે. શાહરૂખ ખાન (Shahrukh Khan), કાજોલ (Kajol) અને રાની મુખર્જીએ(Rani Mukherji) 1998માં કરણ જોહર (Karan Jsohar)ના આ રોમેન્ટિક કોમેડી-ડ્રામામાં તેમનો અભિનય દર્શાવ્યો હતો. આ ફિલ્મ બ્લોકબસ્ટર (Blockbuster) સાબિત થઈ અને તેણે બોક્સ ઓફિસ કલેક્શનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. કુછ કુછ હોતા હૈના (Kuch kuch hdota hai) ઘણા સીન અને ગીતો આજે પણ દર્શકોની જીભ પર છે.આ ફિલ્મમાં ટીનાનું (Tina) પાત્ર ભજવીને રાની મુખર્જી પણ રાતોરાત સ્ટાર બની ગઈ હતી. જોકે આ રોલ માટે રાની મુખર્જી પહેલી પસંદ નહોતી. વાસ્તવમાં કરણ જોહરે ઐશ્વર્યા રાય બચ્ચન, ટ્વિંકલ ખન્ના, કરિશ્મા કપૂર અને રવિના ટંડન સહિત અનેક ટોચની અભિનેત્રીઓને ટીનાની ભૂમિકાની ઑફર કરી હતી, પરંતુ વાત જામી નહીં. છેલ્લે આ રોલ રાની મુખર્જીના ભાગે આવ્યો હતો.
શું તમે જાણો છો કે ઐશ્વર્યાએ (Aishwarya Rai Bachchan) આ આઇકોનિક ફિલ્મ કેમ ન કરી? કુછ કુછ હોતા હૈની રજૂઆતના એક વર્ષ પછી, દેવદાસ(Devdas) અભિનેત્રીએ ફિલ્મમાં ટીનાની (Tina) ભૂમિકા માટે ના કહેવાનું કારણ જાહેર કર્યું. એક ઇન્ટરવ્યુમાં એશે જણાવ્યું હતું કે તે સમયે તેણે માત્ર ત્રણ ફિલ્મો કરી હતી અને તે કેચ-22ની (Catch-22) સ્થિતિમાં હતી. તે નવોદિત હોવા છતાં તમામ વરિષ્ઠ અભિનેત્રીઓ સાથે તેની સરખામણી કરવામાં આવતી હતી.એશે કહ્યું હતું કે, 'જો મેં ફિલ્મ કરી હોત તો મને એમ કહીને ચીડવવામાં આવી હોત, 'જુઓ, ઐશ્વર્યા રાય (Aishwarya Rai Bachchan) તે જ કરી રહી છે જે તેણે તેના મોડલિંગના દિવસોમાં કર્યું હતું. જેમકે વાળ સીધા કરવા, મીની પહેરીને ગ્લેમરસ સ્ટાઈલમાં કેમેરા સામે પોઝ આપવા. અને આમ પણ ફિલ્મમાં છેલ્લે, હીરો મુખ્ય અભિનેત્રી તરફ પાછો જાય છે. હું જાણું છું કે જો મેં 'કુછ કુછ હોતા હૈ' કરી હોત તો મને બિનજરૂરી રીતે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હોત.
આ સમાચાર પણ વાંચો : પ્રિન્સ નરુલા પછી કંગના રનૌતના શો લોકઅપ માં થશે ટીવી ના આ અભિનેતા ની એન્ટ્રી, ફિનાલે પહેલા આવશે મોટો ટ્વિસ્ટ
તમને જણાવી દઈએ કે ભારત, મોરેશિયસ અને સ્કોટલેન્ડમાં ફિલ્માવવામાં આવેલ 'કુછ કુછ હોતા હૈ' (Kuch kuch hota hai) તે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ (Indian film) હતી. ઐશ્વર્યા રાય (Aishwarya Rai Bachchan) છેલ્લે ફિલ્મ ફન્ને ખાનમાં અનિલ કપૂર અને રાજકુમાર રાવ સાથે જોવા મળી હતી. તે ટૂંક સમયમાં મણિરત્નમની આગામી ફિલ્મ પોનીયિન સેલવાનમાં જોવા મળશે.