Site icon

આજે અમિતાભ બચ્ચનનો 80મો જન્મદિવસ- જુઓ તેના ઘરની બહાર લોકોની ભીડ

News Continuous Bureau | Mumbai

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) નો આજે એટલે કે 11 ઓક્ટોબરના રોજ 80મો જન્મદિવસ છે.તેમના 80 વર્ષ નિમિત્તે ચાહકોએ તેમના ઘર જલસા(Jalsa)ની બહાર ભવ્ય ઉજવણી કરી હતી. અમિતાભ બચ્ચન દીકરી શ્વેતા(Daughter Shweta Bachchan) સાથે ચાહકોને મળવા બંગલાની બહાર આવ્યા હતા. તેઓ બ્લૂ જેકેટ તથા ટોપીમાં જોવા મળ્યા હતા.

Join Our WhatsApp Community

 

આ પ્રસંગે બિગ બી(Big B)ના ચાહકો જલસાની બહાર એકઠા થયા હતા. ત્યારે જલસાની બહારનો નજારો જોવા મળ્યો જે સામાન્ય ન હતો. બોલિવૂડ(Bollywood) ના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન રાત્રે 12:00 વાગ્યે પોતાના ફેન્સ(Fans)ને મળવા જલસાના ગેટ પર આવ્યા હતા. આ દરમિયાન સુરક્ષા (Security) ખૂબ જ કડક હતી પરંતુ ચાહકોને અમિતાભને રૂબરૂ મળવાની તક ચોક્કસ મળી હતી.

 ઈન્સ્ટાગ્રામ પર અમિતાભ બચ્ચન પોતાના ઘરના આ ખાસ સભ્યને નથી કરતા ફોલો-નામ જાણીને ચોંકી જશો

દરમિયાન હજુ પણ જલસાની બહાર ચાહકો મોટી સંખ્યામાં ઊમટી રહ્યા છે. આ ભીડ (Crowd)જોઈને અંદાજો લગાવી શકાય છે કે બિગ બી ના ફેન્સ તેમને કેટલો પ્રેમ કરે છે. કેટલાક ચાહકો તેમના માટે ભેટ(Gifts) પણ લાવ્યા છે. એક ચાહકે તો ઓટો પર અમિતાભના પોસ્ટર ચોંટાડીને તેમને શુભેચ્છા આપી હતી. આ દિગ્ગજ અભિનેતા લોકોના દિલમાં કેટલી હદે વસી ગયા છે તે આ વિડીયો પરથી સ્પષ્ટ દેખાય છે.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version