Site icon

ફિલ્મો બાદ OTT પર જોવા મળશે બોલિવૂડ અભિનેત્રી કાજોલ-બોલ્ડ અંદાજમાં આ સિરીઝથી કરશે ડેબ્યૂ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ કાજોલે (Kajol)પોતાના જોરદાર અભિનય માટે જાણીતી છે. અભિનેત્રીએ લાંબા સમયથી ચાહકોના દિલ પર રાજ કર્યું છે. કાજોલનું નામ મહાન અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. આવી સ્થિતિમાં ફરી એકવાર અભિનેત્રી પોતાની એક્ટિંગનો જાદુ બતાવવા માટે તૈયાર છે. કાજોલ ટૂંક સમયમાં OTT પર ડેબ્યૂ કરવા (OTT debut)જઈ રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ફિલ્મો બાદ હવે કાજોલ OTT પરની વેબ સિરીઝમાં પોતાનો હાથ અજમાવશે. અભિનેત્રીનું ડેબ્યુ ખૂબ જ બોલ્ડ (bold debut)થવા જઈ રહ્યું છે. જો રિપોર્ટ્સનું માનીએ તો કાજોલના ચાહકોએ અત્યાર સુધી અભિનેત્રી ને એવું પાત્ર કરતી નથી જોઈ જે હવે તે કરવા જઈ રહી છે.

Join Our WhatsApp Community

કાજોલ ટૂંક સમયમાં નેટફ્લિક્સની(Netflix) પ્રખ્યાત વેબ સિરીઝ 'લસ્ટ સ્ટોરીઝ'ની(Lust stories) બીજી સીઝનમાં જોવા મળશે. ફેન્સ આ સિરીઝને તેના બોલ્ડ સીન્સ માટે વધુ જાણે છે 'લસ્ટ સ્ટોરીઝ' 2018માં રિલીઝ થઈ હતી. હવે મેકર્સ તેના બીજા ભાગ પર કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, એવા અહેવાલો આવ્યા છે કે કાજોલને(contact Kajol) મેકર્સ દ્વારા સિરીઝ માટે સંપર્ક કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : શું બે બાળકો ના માતા પિતા બનશે રણબીર કપૂર આલિયા ભટ્ટ- અભિનેતા એ રમત રમત માં આપી આ હિન્ટ

તમને જણાવી દઈએ કે, ‘લસ્ટ સ્ટોરીઝ’ (lust stories)વેબ સિરીઝમાં ચાર વાર્તાઓ બતાવવામાં આવી હતી. જેમાં રાધિકા આપ્ટે સાથે ભૂમિ પેડનેકર, નીલ ભૂપલમ, મનીષા કોઈરાલા, સંજય કપૂર, જયદીપ અહલાવત, નેહા ધૂપિયા, વિકી કૌશલ, કિયારા અડવાણી અને આકાશ થોસર જેવા કલાકારો  જોવા મળ્યા હતા. જો કાજોલ આ સિરીઝ માટે સંમત થશે તો તે પણ ખૂબ જ બોલ્ડ સીન્સ(bold scene) કરતી જોવા મળશે.

Saumya Tandon: ટીવીની ‘ગોરી મેમ’ હવે આયુષ્માન ખુરાનાની હીરોઈન! સૂરજ બડજાત્યાના ડ્રીમ પ્રોજેક્ટમાં સૌમ્યા ટંડનની એન્ટ્રી, ‘ધુરંધર’ એ રાતોરાત બદલ્યું નસીબ
Dhurandhar Box Office : ‘ધુરંધર’ ની બોક્સ ઓફિસ પર ધાક: 39માં દિવસે પણ કરોડોની કમાણી, રણવીર સિંહની ફિલ્મે બનાવ્યો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ.
Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Exit mobile version