News Continuous Bureau | Mumbai
IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ(Lalit Modi) આ વર્ષે જુલાઈમાં અભિનેત્રી સુષ્મિતા સેન(Sushmita Sen) સાથેના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. જોકે,તેમના સંબંધ ને માત્ર 53 દિવસ જ થયા છે અને હવે તેમના બ્રેકઅપની (breakup)અટકળો શરૂ થઈ ગઈ છે. વાસ્તવ માં, લલિત મોદીએ પોતાની સોશિયલ મીડિયા(Social Media profile)પ્રોફાઇલના બાયો માંથી માત્ર સુષ્મિતા સેનનું નામ જ હટાવ્યું નથી, પરંતુ તેની સાથેનો ડિસ્પ્લે ફોટો(display photo) પણ બદલી નાખ્યો છે. આ જ કારણ છે કે લોકોને એવું લાગવા લાગ્યું છે કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.
વાસ્તવ માં, લલિત મોદીના બાયો માં હવે IPLના સ્થાપક અને મૂન (moon)લખેલું છે. આ જોઈને યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે બંને વચ્ચેનો સંબંધ તૂટી ગયો છે. જો કે સુષ્મિતા અને લલિતે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જણાવી દઈએ કે 14 જુલાઈ, 2022ના રોજ લલિત મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ (twitter handle)પર સુષ્મિતા સેન સાથેનો એક ફોટો શેર કરીને પોતાના સંબંધોને સત્તાવાર બનાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : બ્લેક શોર્ટ ડ્રેસમાં ઉર્ફી જાવેદનો જોવા મળ્યો ગ્લેમરસ લુક-તસવીરો જોઈ યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા-જુઓ ફોટોગ્રાફ્સ
લલિત મોદીએ ગયા મહિને એટલે કે ઓગસ્ટમાં પણ પોતાનો પ્રોફાઇલ ફોટો(profile photo) બદલ્યો હતો. આ ફોટામાં તેની સાથે સુષ્મિતા સેન હતી. ત્યારપછી લલિતે ઈન્સ્ટાગ્રામ બાયોમાં લખ્યું- 'આખરે નવું જીવન શરૂ કરી રહ્યો છું, ગુનામાં ભાગીદાર, સુષ્મિતા સેન સાથે 'મારો પ્રેમ'. મોદીએ આ સાથે સુષ્મિતા સેનના ઈન્સ્ટા એકાઉન્ટને પણ ટેગ કર્યો હતો.
લલિત મોદી અને સુષ્મિતા સેનના બ્રેકઅપનું કારણ ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રોહમન શૉલ(Rohman shawl) હોવાનું માનવામાં આવે છે. એવું એટલા માટે લાગી રહ્યું છે કે, તાજેતરમાં, રોહમન સુષ્મિતા સેનની પુત્રીના જન્મદિવસની પાર્ટીમાં(Birthday party) જોવા મળ્યો હતો. આ સિવાય થોડા દિવસો પહેલા તે સુષ્મિતા સેનની માતાના જન્મદિવસ પર પણ પહોંચ્યો હતો.તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેનનું નામ અત્યાર સુધી ઘણા લોકો સાથે જોડાયેલું છે. તેનું 10 થી વધુ લોકો સાથે અફેર હતું. રોહમન શૉલ સિવાય તેનું નામ વિક્રમ ભટ્ટ, રણદીપ હુડા, વસીમ અકરમ, મુદસ્સર અઝીઝ, માનવ મેનન, ઈમ્તિયાઝ ખત્રી, સંજય નારંગ અને બંટી સજદેહ જેવા ઘણા લોકો સાથે પણ જોડાઈ ચૂક્યું છે.