Site icon

RRR ને કારણે ‘રાધે શ્યામ’ ની રિલીઝ ડેટ અટકી ગઈ!! એસએસ રાજામૌલીના આગામી પગલાની રાહ જોઈ રહ્યો છે પ્રભાસ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,25 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

મંગળવાર

કોરોના ની ત્રીજી લહેરે ફરી એકવાર ભારતીય ફિલ્મ ઉદ્યોગ પર ઊંડી અસર કરી છે. આ વાયરસના વધતા જતા કેસોને કારણે દેશના ઘણા રાજ્યોમાં સિનેમાઘરો બંધ કરી દેવામાં આવ્યા છે. થિયેટરો બંધ થવાને કારણે નિર્માતાઓએ ઘણી ફિલ્મોની રિલીઝ ડેટ મોકૂફ રાખી છે.તે જ સમયે, નિર્માતાઓને આશા છે કે માર્ચ સુધીમાં, વસ્તુઓ સામાન્ય થઈ શકે છે. આ સમયે અમે વાત કરી રહ્યા છીએ સાઉથના જાણીતા ડિરેક્ટર એસએસ રાજામૌલીની આગામી ફિલ્મ 'RRR'ની રિલીઝની. તાજેતરમાં, નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે જો થિયેટર સંપૂર્ણ ક્ષમતા સાથે ખુલશે, તો ફિલ્મ 18 માર્ચે રિલીઝ થશે. જો આમ નહીં થાય તો ફિલ્મ 28 એપ્રિલે રિલીઝ થશે.

આવી સ્થિતિમાં, 2022 થી પ્રભાસની ફિલ્મ 'રાધે શ્યામ' પણ સમગ્ર ભારતમાં રિલીઝ થવાની છે. તે 14 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી અને હવે રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ કાં તો આ વર્ષે હોળી પર આવશે અથવા તો તે ઈદના દિવસે સિનેમાઘરોમાં દસ્તક આપશે. એક ન્યૂઝ પોર્ટલ ના  રિપોર્ટ અનુસાર, પ્રભાસની 'રાધે શ્યામ'ની રિલીઝ ડેટ એસએસ રાજામૌલીની 'RRR'ની રિલીઝ પર નિર્ભર છે.

રેમો ડિસોઝાના સાળા જેસન વોટકિન્સે આ કારણે કરી આત્મહત્યા ; જાણો વિગત

જો 'RRR' હોળી પર રિલીઝ થશે, તો પ્રભાસની 'રાધે શ્યામ' 29 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં આવશે. પ્રભાસની રાધે શ્યામનું નિર્દેશન રાધે કૃષ્ણ કુમારે કર્યું છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે પૂજા હેગડે લીડ રોલમાં જોવા મળશે. બીજી તરફ, જુનિયર એનટીઆર, રામ ચરણ, અજય દેવગન અને આલિયા ભટ્ટ જેવા ઘણા કલાકારો એસએસ રાજામૌલીની 'RRR'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Disha Patani Bareilly Home: દિશા પટની ના બરેલી સ્થિત ઘરના બહાર થયું ફાયરિંગ, ધમકી આપનાર ગેંગે કહ્યું – “આ તો ટ્રેલર છે”, જાણો સમગ્ર મામલો
Exit mobile version