News Continuous Bureau | Mumbai
ઉર્ફી જાવેદ(urfi javed) હંમેશા તેની અતરંગી ડ્રેસિંગ સ્ટાઈલને(Dressing style) કારણે ચર્ચામાં રહે છે. અજીબોગરીબ ફેશન સેન્સ(Fashion sense) દ્વારા પોતાની છાપ છોડતી ઉર્ફીએ ફરી એકવાર તેની શૈલીથી ચાહકોને ચોંકાવી દીધા છે. પરંતુ આ વખતે તેના દેખાવ કરતાં તેની લિપસ્ટિક(lipstick) વધુ ચર્ચામાં છે. ઉર્ફી જાવેદ આ વખતે વ્હાઈટ કલરના ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી હતી પરંતુ હોઠ પરની લિપસ્ટિકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
ઉર્ફીએ આ વખતે વ્હાઇટ લૂક અપનાવ્યો છે. તેણે બેકલેસ ફ્રન્ટ ઓપન ટોપ પહેર્યું હતું. સાથે સફેદ રંગનું સ્કર્ટ પહેર્યું હતું કે જેની બંને બાજુએ કટ હતો.ઉર્ફી નું સ્કર્ટ જોઈ ને એવું લાગે છે કે તેને શર્ટ કાપી ને સ્કર્ટ બનાવ્યું હોય. આ સાથે ઉર્ફીએ મેચિંગ સફેદ રંગની હાઈ હીલ્સ પહેરી છે. દર વખતે તે પોતાના કપડાને લઈને ટ્રોલર્સના(trollers) નિશાના પર રહે છે, પરંતુ આ વખતે યુઝર્સે તેની લિપસ્ટિકના રંગને(Lipstick Color) લઈને કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે.ઉર્ફીએ બ્લુ લિપસ્ટિક(Blue Lipstick) લગાવી હતી. ઉર્ફીએ તેની સેલ્ફી ઈન્સ્ટા સ્ટોરી(Insta story) પર શેર કરી છે.
ઉર્ફીના આ વિડીયો પર એક યુઝરે કહ્યું, 'મેડમ ભૂલથી પેનની શાહી પી ગયા.' એકે લખ્યું, 'લાગે છે કે કોઈનું ઝેર ચુસ્યું છે.' બીજાએ ટિપ્પણી કરી, લિપસ્ટિકની જગ્યાએ શાહી લગાવી છે કે શું?ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા(Social media) પર ઉર્ફી જાવેદ અને ચાહત ખન્ના(Chahat Khanna) વચ્ચે કેટફાઇટ જોવા મળી રહી છે. જ્યારે સુકેશ ચંદ્રશેખર(Sukesh Chandrasekhar) કેસમાં ચાહત ખન્નાનું નામ સામે આવ્યું ત્યારે ઉર્ફીએ ચાહતની મજાક ઉડાવી હતી, ત્યારબાદ ચાહતે પણ તેને જવાબ આપ્યો હતો.