News Continuous Bureau | Mumbai
Aamir khan: આમિર ખાન ની દીકરી ઇરા ખાને તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે ઉદયપુર માં ધામધૂમ થી લગ્ન કરી લીધા છે. આ ભવ્ય લગ્ન પરિવાર અને મિત્રો ની હાજરી માં કરવામાં આવ્યા હતા. ઇરા અને નૂપુરે ભવ્ય લગ્ન પહેલા જ રજીસ્ટર મેરેજ કરી લીધા હતા. ત્યારબાદ ઉદયપુર માં ભવ્ય લગ્ન યોજાયા હતા. હવે આખો ખાન પરિવાર અને શિખરે પરિવાર મુંબઈ પરત ફર્યો છે. દીકરી ની વિદાય બાદ પહેલી વાર આમિર ખાને મીડિયા સાથે વાત કરી હતી.
આમિર ખાન થયો ઈમોશનલ
દીકરી ઇરા ને વિદાય કર્યા બાદ પહેલીવાર આમિર ખાને મીડિયા સાથે વાત કરી આ વાતચીત માં આમીરખાને તેની ભાવના વ્યક્ત કરી હતી.પોતાની દીકરી ના લગ્ન ને યાદ કરતા આમિર ખાને કહ્યું, ‘અમે છોકરીવાળા છીએ.મારી લાગણીઓ બિલકુલ શરણાઈ જેવી હતી. શરણાઈ માં એક એવો ગુણ છે કે તે તમને થોડું સુખ આપે છે અને થોડું દુઃખ પણ આપે છે, એનું મિશ્રણ છે. લાગણીઓની શરણાઈમાં સુખ પણ છે અને દુઃખ પણ છે, આ મારી લાગણી છે.’
View this post on Instagram
તમને જણાવી દઈએ કે હજુ સુધી ઇરા અને નૂપુર ના લગ્ન ના પ્રસંગો પુરા નથી થયા. આજે મુંબઈ માં ઇરા અને નૂપુર ના લગ્ન નું ભવ્ય રિસેપ્શન યોજાશે જેમાં ઘણા મોટી હસ્તીઓ હાજરી આપશે.
આ સમાચાર પણ વાંચો : Nayanthara Annapurni: ફિલ્મ અન્નપૂર્ણિ નો વિવાદ વધ્યો, નયનતારા અને નિર્માતા વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર, નેટફ્લિક્સ એ લીધું આ પગલું