News Continuous Bureau | Mumbai
તમને આમિર ખાન અને કરિશ્મા કપૂરની ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની‘ યાદ હશે. જો તમને ‘રાજા હિન્દુસ્તાની‘ યાદ હશે તો તમને તે ફિલ્મના કિસિંગ સીન પણ યાદ હશે. આજે અમે તમને આ કિસિંગ સીન સાથે જોડાયેલી એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. વાસ્તવમાં આમિર ખાને આ શોર્ટ કિસિંગ સીન પૂરો કરવા માટે 47 ટેક લીધા હતા. એટલે કે તેણે કરિશ્મા કપૂરને 47 વાર કિસ કરી હતી. હવે તમે વિચારતા હશો કે આમિર ખાને કિસિંગ સીન માટે 47 ટેક કેમ લેવા પડ્યા? ચાલો જાણીયે.
રાજા હિન્દુસ્તાની ના કિસિંગ સીન માટે આમિર ખાને લીધા હતા 47 ટેક
કરિશ્મા કપૂરે એક ઈન્ટરવ્યુમાં કિસિંગ સીનની સંપૂર્ણ કહાણી જણાવી હતી. તે દિવસોને યાદ કરતાં તેણે કહ્યું, ‘એ એક કિસિંગ સીન માટે અમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એ સીન માટે લોકો અમારી ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ને યાદ કરે છે. પરંતુ, તેઓ જાણતા નથી કે માત્ર આ સીન શૂટ કરવામાં અમને ત્રણ દિવસ લાગ્યા હતા. વાસ્તવમાં, અમે ફેબ્રુઆરી મહિનામાં ઉટીની ઠંડીમાં ‘રાજા હિન્દુસ્તાની’ નું શૂટિંગ કરી રહ્યા હતા. જ્યારે પણ અમે કિસિંગ સીન શૂટ કરવા જતા ત્યારે અમે ધ્રૂજવા લાગતા. કોઈપણ ટેક બરાબર થઈ નહોતો રહ્યો.કરિશ્માએ વધુમાં કહ્યું કે, ‘અમે પરેશાન હતા. અમારી હાલત એવી થઈ ગઈ હતી કે આ દ્રશ્ય ક્યારે પૂરું થશે. છેલ્લે 47 રિટેક પછી પરફેક્ટ શોટ આવ્યો.
આ સમાચાર પણ વાંચો: Tuljabhavani Temple Jewelry Missing : મહારાષ્ટ્રની કુલસ્વામીની માતા તુલજાભવાનીના અમૂલ્ય ઘરેણા ગાયબ? તપાસમાં બહાર આવી આ ચોંકાવનારી માહિતી…
રાજા હિન્દુસ્તાની એ કર્યો હતો આટલા કરોડ નો બિઝનેસ
તમને જણાવી દઈએ કે, તે સમયે ‘રાજા હિન્દુસ્તાની’ છ કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. ફિલ્મે આવતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી અને 78 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.