News Continuous Bureau | Mumbai
Aamir Khan: બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાન ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. આ વખતે તેમના પોતાના ભાઈ ફૈઝલ ખાને આમિર અને તેમના પરિવાર વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ફૈઝલનો દાવો છે કે આમિર નું એક એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું અને તેમને એક અનૈતિક બાળક પણ છે.
આ સમાચાર પણ વાંચો : War 2: વોર 2 માં જોવા મળી બોબી દેઓલ ની નવી ફિલ્મ ની ઝલક,સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
પ્રેસ કોન્ફરન્સમાં ફૈઝલ નો ચોંકાવનારો દાવો
તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ફૈઝલ ખાને જણાવ્યું કે, જ્યારે તેઓ પોતાના પરિવારથી નારાજ હતા, ત્યારે તેમણે એક પત્ર લખ્યો હતો જેમાં પરિવારના દરેક સભ્ય વિશે લખ્યું હતું. તેમણે કહ્યું કે, તેમના પર લગ્ન માટે ખૂબ દબાણ હતું, પરંતુ જ્યારે તેઓ પોતાના પરિવારની પરિસ્થિતિઓ જુએ છે, ત્યારે વિચારે છે કે તેમને સલાહ કોણ આપી રહ્યું છે. ફૈઝલે પોતાની બહેન નિખત, પિતા અને કઝિનના સંબંધોનો ઉલ્લેખ કરતા આમિરના અંગત જીવન પર પણ ટિપ્પણી કરી.
View this post on Instagram
ફૈઝલ ખાને દાવો કર્યો કે આમિર ખાનને બ્રિટિશ પત્રકાર જેસિકા હાઇન્સ સાથે સંબંધ હતો અને તેમનું એક બાળક પણ છે જે લગ્ન બહારનું છે. તેમણે કહ્યું, “આમિરનો જેસિકા હાઇન્સ સાથે સંબંધ હતો. તેમનાથી તેમને એક બાળક પણ છે, જે લગ્ન બહાર થયું. તે સમયે આમિર કિરણ રાવ સાથે લિવ-ઇનમાં હતા.”જણાવી દઈએ કે 2005માં એક મેગેઝિનના રિપોર્ટમાં દાવો કરાયો હતો કે આમિર અને જેસિકા વચ્ચે ગાઢ સંબંધો હતા. રિપોર્ટ અનુસાર, જેસિકાએ બાળક રાખવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે આમિરે ગર્ભપાતની સલાહ આપી હતી. જોકે, આમિરે તે સમયે આ તમામ દાવાઓને સદંતર ફગાવી દીધા હતા અને ક્યારેય આ અંગે જાહેરમાં પુષ્ટિ કરી ન હતી.