Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન

Abhinav Shukla: લોકપ્રિય અભિનેતા અભિનવ શુકલા આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર બન્યો છે. એક્ટરે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને ખુલાસો કર્યો, ફેન્સને ચેતવણી – “તમારો CIBIL સ્કોર ચેક કરો”

by Zalak Parikh
Abhinav Shukla Falls Victim to Identity Theft Scam – Loans Taken Using His PAN Details

News Continuous Bureau | Mumbai

Abhinav Shukla:  ટીવી અને રિયલિટી શોઝમાં લોકપ્રિય અભિનવ શુક્લા  એ ખુલાસો કર્યો કે તે આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમ   નો શિકાર બન્યો છે. અભિનવે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે તેના પાન કાર્ડ નો ઉપયોગ કરીને 6 અલગ-અલગ લોકો એ લોન લીધી છે. અભિનવે કહ્યું – “જ્યારે મેં પહેલી વાર લોન માટે એપ્લાય કર્યું, ત્યારે CIBIL રિપોર્ટમાં ખબર પડી કે મારા નામે 6 લોન ચાલી રહી છે.”

આ સમાચાર પણ વાંચો :  Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત

ફ્રોડ કેવી રીતે થયો?

અભિનવે જણાવ્યું કે ફ્રોડસ્ટર્સે તેના પાન કાર્ડ ડિટેઈલ્સનો ઉપયોગ કરીને નકલી ઈમેલ આઈડી અને અલગ-અલગ નંબરથી લોન લીધી છે. જોકે, અભિનવના અકાઉન્ટમાંથી પૈસા ગયા નથી, પરંતુ હવે તે લોન અવેલ કરી શકશે નહીં. આ સમસ્યા સુધારવા માટે FIR અને CIBIL ઓથોરિટીઝને લખવું પડશે – જે લાંબી પ્રક્રિયા છે.અભિનવે ફેન્સને સલાહ આપી – “જો તમે ક્યારેય લોન કે ક્રેડિટ કાર્ડ નથી લીધા, તો તમારો CIBIL સ્કોર ચેક કરો. શક્ય છે કે તમારા નામે પણ ફ્રોડ થઈ રહ્યો હોય અને તમને ખબર ન હોય.”

 

View this post on Instagram

 

A post shared by Abhinav Shukla (@ashukla09)


અભિનવ તાજેતરમાં પત્ની રૂબીના દિલાઈક સાથે ‘પતિ પત્ની અને પંગા’માં જોવા મળ્યો હતો  તે ‘બિગ બોસ 14’ અને ‘ખતરો કે ખિલાડી 11’ જેવા શોઝમાં પણ લોકપ્રિય રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More