205
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧
બુધવાર
સાલ ૨૦૨૦માં મલયાલમ ભાષામાં બનેલી ફિલ્મ ‘અય્યપનમ કોશિયુમ’ હિટ નીવડી હતી. હવે આ ફિલ્મની રીમેક બનાવાની મેકર્સોમાં હોડ લાગી છે.આ ફિલ્મની હિંદી અને તેલુગુ રીમેક બનાવાની તૈયારી જોરશોરમાં ચાલી રહી છે.
ફિલ્મના અપડેટ અનુસાર, આ ફિલ્મમાં લીડ કાસ્ટમાં અભિષેક બચ્ચન અને જ્હૉન અબ્રાહમ જોવા મળવાના છે. જેમાં પૃથ્વીરાજ અને બીજુ મેનન મુખ્ય પાત્રો છે. પૃથ્વીરાજનો રોલ અભિષેક બચ્ચન અને બીજુ મેનનનો રોલ જ્હૉન અબ્રાહમ ભજવશે. ફિલ્મનું દિગ્દર્શન જગત શક્તિને આપવામાં આવ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ કરવાની યોજના છે. આ ફિલ્મનું નિર્માણ જ્હૉન અબ્રાહમ કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે અભિષેક બચ્ચન અને જ્હૉન અબ્રાહમ ‘દોસ્તાના’, ‘ધુમ’ અને ‘જુઠા હી સહી’ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા.
You Might Be Interested In