News Continuous Bureau | Mumbai
Aishwarya rai bachchan:બોલિવૂડની સૌથી સફળ અને સુંદર અભિનેત્રીઓમાંની એક ઐશ્વર્યા રાય એ ગઈકાલે તેનો 50 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. અભિનેત્રી એ આ ખાસ દિવસ કેન્સર ના દર્દી ઓ સાથે મનાવ્યો અને તેમની સાથે કેક પણ કાપી. આ દરમિયાન તે તેની માતા વૃંદા રાય અને પુત્રી આરાધ્યા બચ્ચન સાથે જોવા મળી હતી. તેમણે GSB સેવા મંડળ દ્વારા કેન્સરના દર્દીઓ માટે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ વખતે તેણે પોતાનો જન્મદિવસ કેન્સરના દર્દીઓને સમર્પિત કર્યો.તેમજ ઐશ્વર્યા ની દીકરી આરાધ્યા બચ્ચને એક સ્પીચ પણ આપી હતી
ઐશ્વર્યા નો જન્મદિવસ
ઐશ્વર્યા એ પોતાનો જન્મદિવસ કેન્સર દર્દીઓ સાથે મનાવ્યો હતો. આ દરમિયાન તેને કેક પણ કાપી હતી. કેક કાપ્યા બાદ તેણે તે તેની માતા અને આરાધ્યાને ખવડાવી હતી. જો કે, જ્યારે પાપારાઝીએ આરાધ્યાને ઐશને ખવડાવવા કહ્યું ત્યારે અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તે કરવા ચોથનો ઉપવાસ કરી રહી છે. આ ખાસ અવસર પર તે તેની માતા અને અન્ય સંબંધીઓ સાથે જોવા મળી હતી ઐશની પુત્રી આરાધ્યા બચ્ચન આદરપૂર્વક નમતી અને નાની ને ગળે લગાવતી જોવા મળી હતી.
ઐશ્વર્યા ના જન્મદિવસ પર આરાધ્યા ની સ્પીચ
ઐશ્વર્યાના જન્મદિવસ પર આરાધ્યાએ ખૂબ જ સુંદર સ્પીચ આપી હતી. આ સ્પીચ સાંભળ્યા બાદ એક તરફ લોકો આરાધ્યાના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો આશ્ચર્યમાં છે કે આરાધ્યા આટલું સરસ બોલી પણ શકે છે. આરાધ્યાની સ્પીચથી ઐશ્વર્યા પણ આશ્ચર્યચકિતજોવા મળી હતી. આરાધ્યા તેના ભાષણમાં કહે છે, “મને લાગે છે કે મારી પ્રિય, મારું જીવન, મારી માતા જે કરી રહી છે તે ખરેખર મહત્વપૂર્ણ અને ખરેખર અદ્ભુત છે. તે ખરેખર સમૃદ્ધ અને સંતોષકારક છે. તે વિશ્વને મદદ કરી રહી છે “. તે આપણા બધાને મદદ કરી રહીછે. અને હું માત્ર કહેવા માંગુ છું. તમે જે કરી રહ્યા છો તે ખરેખર અવિશ્વસનીય છે.”
આરાધ્યાની આ સ્પીચ સાંભળીને ઐશ્વર્યા પણ ચોંકી જાય છે. ઐશ્વર્યાનું કહેવું છે કે આરાધ્યાએ જે પણ કહ્યું છે તેની તેને અપેક્ષા નહોતી. ઐશ્વર્યાએ કહ્યું કે તે વિશ્વાસ નથી કરી શકતી કે આરાધ્યા આવી વાતો કહે જેના પર તે ગર્વ અનુભવે. આરાધ્યાનું ભાષણ સાંભળ્યા બાદ ત્યાં હાજર લોકોએ જોરથી તાળીઓ પાડી હતી.
આ સમાચાર પણ વાંચોઃ Aishwarya Rai Bachchan આજે વિશ્વ સુંદરી એશ્વર્યાનો જન્મ દિવસ, એક સમયે મેડિસીન વર્લ્ડમાં કરીયર બનાવવા માંગતી હતી એશ- જુઓ ફોટોઝ અને વાંચો જીવનની ખાસ વાતો