News Continuous Bureau | Mumbai
બોક્સ ઓફિસના મહારથી ગણાતા અક્ષય કુમાર અને આમિર ખાનની બે ફિલ્મો એક સાથે ઊંધા માથે પછડાઈ છે. લાલસિંહ ચઢ્ઢા(Lal singh chaddha) અને રક્ષાબંધનને(Rakshabandhan) મળેલા રિસ્પોન્સે દરેક એક્ટર-ફિલ્મમેકરની(film maker) ચિંતા વધારી છે. તેમાંથી અજય દેવગણ પણ બાકાત નથી. ઈન્દ્રકુમારના ડાયરેક્શનમાં અજય દેવગણની ફિલ્મ થેન્ક ગોડ(Thank God) બની રહી છે. અજય સહિત આખી ટીમે ફિલ્મની સ્ક્રિપ્ટમાં ફેરફારનો વિચાર કર્યો છે.
‘થેન્ક ગોડ’માં અજય દેવગણની સાથે લીડ રોલમાં રકુલપ્રીત સિંહ અને સિદ્ધાર્થ મલહોત્રા છે. ફિલ્મનું પ્રોડક્શન પૂરજાેશમાં ચાલી રહ્યું છે ત્યારે બોલિવૂડની ફિલ્મો તરફ ઓડિયન્સને આકર્ષિત કરવાના પ્રયાસ પણ સઘન બન્યા છે. જેના ભાગરૂપે ફિલ્મના મેકર્સનું માનવું છે કે, ઓડિયન્સને થીયેટર સુધી લાવવા માટે સ્ક્રિપ્ટમાં(change script) કેટલાક ફેરફાર જરૂરી છે. જેથી ફિલ્મને વધારે રમૂજી બનાવવા માટે કેટલાક કોમિક સીન્સ (comedy scene)ઉમેરવામાં આવશે. મનોરંજનનું શ્રેષ્ઠ માધ્યમ હાસ્ય છે અને તેથી આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનું ટીમ વિચારી રહી છે. આ ફિલ્મમાં નોરા ફતેહીનું આઈટમ સોન્ગ(item song) છે. ૨૪મી ઓક્ટોબરે ફિલ્મને રીલિઝ કરવાનો પ્લાન છે. તેથી સ્ક્રિપ્ટમાં ફેરફારના કારણે રીલિઝ પોસ્ટપોન(postponed) થાય તેવા પ્રયાસ પણ થઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : અક્ષય કુમારની ફિલ્મ કઠપૂતલીને લાગી લોટરી- રિલીઝ પહેલા જ અધધ આટલા કરોડમાં નક્કી થઈ OTT ડીલ
એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં(entertainment industry) આ પહેલીવાર હશે જ્યારે અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા એકસાથે કોઈ ફિલ્મ કરતા જોવા મળશે. બીજી તરફ અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ ત્રીજી વખત સાથે કામ કરશે. આ પહેલા આ જોડી ફિલ્મ 'દે દે પ્યાર દે' અને ફિલ્મ 'રનવે 34'માં જોવા મળી હતી. ફિલ્મ 'થેંક ગોડ'નું નિર્માણ ટી-સીરીઝ ફિલ્મ્સ અને મારુતિ ઈન્ટરનેશનલ પ્રોડક્શન (Maruti International production)દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ 24 ઓક્ટોબર, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મ થેન્ક ગોડની બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની 'રામ સેતુ' સાથે ટક્કર થશે. આ ફિલ્મ પણ 24 ઓક્ટોબર, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.