News Continuous Bureau | Mumbai
Ajay devgn and kajol: 28 નવેમ્બરે,ફિલ્મ ઇશ્ક એ તેની રજૂઆતના 26 વર્ષ પૂર્ણ કર્યા હતા. આ ફિલ્મ નું નિર્દેશન ઈન્દ્ર કુમારે કર્યું હતું. આ ફિલ્મમાં આમિર ખાન, જુહી ચાવલા, અજય દેવગન અને કાજોલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેની 26મી વર્ષગાંઠના અવસર પર કાજોલે તેના સોશિયલ મીડિયા પર ફિલ્મ સાથે જોડાયેલી જૂની તસવીર શેર કરી છે.
કાજોલે શેર કરી પોસ્ટ
કાજોલે પોસ્ટની સાથે લખ્યું કે, “આ તસવીર અમે દિવસભર સ્વિટ્ઝર્લેન્ડની પહાડીઓમાં ચાલ્યા બાદ લેવામાં આવી હતી. તમે જોઈ શકતા નથી કે અમે કેટલા તણાવમાં હતા અથવા અમે કેવા હતા.સૂરજ આટલો મોડો કેમ આથમે છે?’ અમે કેટલા અદ્ભુત કલાકારો હતા.” આ તસવીર પર કાજોલ ના પતિ અજય દેવગને લખ્યું, “ આ એજ ફિલ્મ હતી ને જયારે મેં તને તારી જ વીંટી થી પ્રપોઝ કર્યું હતું.”
Wasn’t this the film where I proposed to you with your own ring ? https://t.co/On0FYJlNNs
— Ajay Devgn (@ajaydevgn) November 28, 2023
તમને જણાવી દઈએ કે, કાજોલ અને અજય દેવગનનો પ્રેમ 1994માં ફિલ્મ ગુંડારાજ ના સેટ પર શરૂ થયો હતો. વર્ષોની ડેટિંગ પછી, કપલે 24 ફેબ્રુઆરી 1999ના રોજ પરંપરાગત મહારાષ્ટ્રીયન શૈલીમાં લગ્ન કર્યાં હતા કપલ ને બે બાળકો નિસા દેવગન અને યુગ દેવગણ છે.
આ સમાચાર પણ વાંચોઃ Bigg boss 17: વિકી જૈન ની માતા ને જોઈ લોકો ને આવી બોલિવૂડ ની આ ખતરનાક સાસુ ની યાદ, અંકિતા ના ફેન્સે લગાવી ક્લાસ