Site icon

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારે તેની ફીમાં કરોડોનો કર્યો વધારો, જાણો કેટલી છે તેની એક ફિલ્મની ફી

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
29 ડિસેમ્બર 2020 
બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર દર વર્ષે તેમની એક્શન ફિલ્મસ દ્વારા દર્શકોનું મનોરંજન કરે છે. અક્ષય એવા કલાકારોમાંથી એક છે જે વર્ષમાં સૌથી વધુ ફિલ્મો કરે છે. તેમણે લોકડાઉનમાં તેમના પરિવાર સાથે સમય વિતાવ્યો, પરંતુ લોકડાઉન ખુલતા જ તેમણે તરત જ શૂટિંગ શરૂ કરી દીધું હતું. જોકે આ દિવસોમાં અભિનેતા તેમની ફી વધારવાના સમાચારને લઈને ચર્ચામાં છે. મળતી માહીતી મુજબ લોકડાઉન બાદ તેની ફીમાં કરોડો રૂપિયાનો વધારો થઈ ગયો છે. અક્ષયકુમારે પોતાની ફી એટલી વધારી દીધી છે કે સાંભળી તમે પણ ચોંકી જશો. 


 
આપને જણાવી દઈએ કે અક્ષય કુમાર બોલીવુડમાં સૌથી વધુ કમાણી કરે છે. ફોર્બ્સ હાઇએસ્ટ પેઇડ એક્ટર્સ 2020 માં, તે વિશ્વનો છઠ્ઠો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે.
 
ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર બોલીવુડમાં સૌથી વધુ ફી લેનારા કલાકારોમાંથી એક છે. અક્ષય દર વર્ષે 2 થી 3 મૂવી લાવે છે. તેની આવતા વર્ષે એક કે બે નહીં પણ કુલ 8 ફિલ્મો રજૂ થશે. એક અહેવાલ મુજબ, લોકડાઉનના થોડા મહિનામાં જ અક્ષયે તેની ફી 98 કરોડથી વધારીને 108 કરોડ કરી દીધી છે.    દરેક પ્રોડયુસર અક્ષયને લેવા માંગે છે. તેવામાં પોતાની ડીમાંડ જોતાં અક્ષય વર્ષ 2022 માં રીલીઝ થનારી પોતાની દરેક ફિલ્મ માટે તેઓ ફી તરીકે 135 કરોડ રૂપિયા લેશે. તાજેતરમાં જ અક્ષયની ફિલ્મ લક્ષ્‍મી રીલીઝ થઈ હતી અને સુર્યવંશી પણ બનીને રિલીઝતૈયાર થઈ ચુકી છે.

Join Our WhatsApp Community
Kantara: કાંતારા 2 નું ટ્રેલર આજે થશે લોન્ચ, નાનું બજેટ અને બોક્સ ઓફિસ પર સુનામી, ફિલ્મે આટલા ટકા નફા સાથે મચાવી ધૂમ
Akshay Kumar: બોલિવૂડ ના આ સુપરસ્ટાર ની ફિલ્મ ને કારણે થયા હતા અક્ષય અને ટ્વિંકલ ના લગ્ન, ખિલાડી કુમારે કર્યો ખુલાસો
Amitabh Bachchan: ‘જલસા’ બહાર ફેન્સને મળ્યા અમિતાભ બચ્ચન, ફેન્સ ને ભેટ માં આપી દાંડિયા ની સાથે આ વસ્તુ
Kalki 2898 AD: ‘કલ્કી 2898 એડી’ ની સીક્વલમાંથી દીપિકા બહાર, હવે 600 કરોડ ની ફિલ્મ માટે આ એક્ટ્રેસ નું નામ ચર્ચામાં
Exit mobile version