News Continuous Bureau | Mumbai
Akshay kumar: બોલિવૂડ સૂપસ્ટાર અક્ષય કુમાર ટૂંક સમયમાં તેની ફિલ્મ “વેલકમ ટુ ધ જંગલ” સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા આવી રહ્યો છે. આ ફિલ્મ વેલકમ ની સિક્વલ છે. આ ફિલ્મ માં અક્ષય કુમાર સાથે રવીના ટંડન જોવા મળશે.જ્યારથી આ જાહેરાત થઇ છે ત્યારથી ચાહકો ખુબ ખુશ છે. બંને 20 વર્ષ પછી મોટા પડદા પર સાથે જોવા મળશે. એક સમયે બંનેની કેમેસ્ટ્રીએ બધાને દિવાના બનાવી દીધા હતા. હાલમાં જ જ્યારે અક્ષયને રવીના સાથે ફરી કામ કરવા વિશે પૂછવામાં આવ્યું તો જાણો તેણે શું કહ્યું.
અક્ષય કુમારે કરી રવીના સાથે કામ કરવા અંગે વાત
અક્ષય કુમારે એક ન્યૂઝ એજન્સી ને આપેલ ઇન્ટરવ્યૂ માં કહ્યું કે,, “અમે ‘વેલકમ ટુ ધ જંગલ’ નામની ફિલ્મ કરી રહ્યા છીએ, જેનું શૂટિંગ અમે ટૂંક સમયમાં શરૂ કરીશું. તેણે વધુમાં કહ્યું કે રવીના અને મેં સૌથી વધુ હિટ ફિલ્મો કરી છે. રવિના ટંડન અને હું લાંબા સમય પછી એકસાથે વેલકમ ટુ ધ જંગલનું શૂટિંગ શરૂ કરવા આતુર છીએ અને કારણ કે અમે 20 વર્ષ પછી એક જ સ્ક્રીન પર સાથે હોઈશું.’
આ સમાચાર પણ વાંચો : Agastya nanda ramayan: અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાએ ફગાવી દીધી ‘રામાયણ’ ની ઓફર, નિતેશ તિવારી ની ફિલ્મ માં આ ભૂમિકા ભજવવાની પાડી ના
અક્ષય કુમાર અને રવીના ટંડન ની ફિલ્મ
અક્ષય કુમાર અને રવિના ટંડને ‘ખિલાડીયો કા ખિલાડી’ અને ‘મોહરા’ જેવી હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ જોડી એ લોકપ્રિય ગીત તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત અને ટીપ ટીપ બરસા પાનીમાં પણ સાથે અભિનય કર્યો છે. તેઓ છેલ્લે 2004માં પોલીસ ફોર્સ એન ઇનસાઇડ સ્ટોરીમાં સાથે જોવા મળ્યા હતા.