News Continuous Bureau | Mumbai
Alia bhatt and sharvari wagh: યશરાજ ની સ્પાય યુનિવર્સ માં અત્યાર સુધી, ટાઇગર, ટાઇગર ઝિંદા હૈ, ટાઇગર 3, પઠાણ, અને વોર જેવી ફિલ્મો બની ચુકી છે. હવે આદિત્ય ચોપરા એ આ યુનિવર્સ માં ફિમેલ સ્પાય પર ફિલ્મ બનાવવાની યોજના બનાવી છે. ફીમેલ લીડ સ્પાય ફિલ્મ માટે બે અભિનેત્રીઓના નામ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જો અહેવાલોનું માનીએ તો, આલિયા ભટ્ટ અને શર્વરી વાઘે YRFના સ્પાઇ યુનિવર્સ માં પ્રવેશ કર્યો છે. હવે મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે આદિત્ય ચોપરાએ આ ફિલ્મના નિર્દેશકના નામની જાહેરાત કરી છે.
આ સમાચાર પણ વાંચો : Surbhi chandna: ઇશ્કબાઝ ફેમ એક્ટ્રેસ સુરભી ચંદના પર ફેશન ડિઝાઇનરે લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી ખોલી અભિનેત્રી ની પોલ
યશરાજ ની ફિમેલ સ્પાઇ યુનિવર્સ ના નિર્દેશક ની થઇ જાહેરાત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આદિત્ય ચોપરાએ આ ફિલ્મના નિર્દેશકના નામની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવ રવિલ યશ રાજ ફિલ્મ્સની પ્રથમ ફિમેલ સ્પાય ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત રિપોર્ટ મુજબ આ ફિલ્મમાં આલિયા અને શર્વરી ‘સુપર એજન્ટ’ની ભૂમિકા ભજવશે, ફિલ્મનું નિર્માણ 2024માં શરૂ થશે.જો કે, યશરાજ ફિલ્મ્સના આ નવા પ્રોજેક્ટને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.