News Continuous Bureau | Mumbai
Alia bhatt on Animal: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હંમેશા એકબીજા ને સપોર્ટ કરતા જોવા મળે છે. આ સપોર્ટ નું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. રણબીર કપૂર ની બહુચર્ચિત ફિલ્મ એનિમલ નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. સોશિયલ મીડિયા પર આ ટ્રેલર અને રણબીર કપૂર ના વખાણ થઇ રહ્યા છે. આ બધાની વચ્ચે આલિયા ભટ્ટે પણ પતિ ના વખાણ કર્યા છે.
આલિયા ભટ્ટે શેર કરી પોસ્ટ
ફિલ્મ એનિમલ નું ટ્રેલર એક્શન થી ભરપૂર છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો બોબી દેઓલ ના તો કેટલાક લોકો રણબીર કપૂર ના તો કેટલાક લોકો અનિલ કપૂર ના વખાણ કરી રહ્યં છે. લોકો ને એનિમલ નું ટ્રેલર પસંદ આવી રહ્યું છે, હવે આલિયા ભટ્ટે પણ ‘એનિમલ‘ના ટ્રેલરના વખાણ કર્યા છે અને તેના પતિ માટે એક નોટ પણ શેર કરી છે.આલિયા ભટ્ટે નોટ શેર કરતા લખ્યું છે, ‘વાસ્તવમાં આખું કેપ્શન ટાઈપ કરી શકતી નથી. 7000મી વખત આ ટ્રેલર જોવામાં ખૂબ વ્યસ્ત છું. અને સાચું કહું તો હું પાગલ છું. મારે આ ફિલ્મ જોવી છે. તમે લોકોએ પણ જોવી જ જોઈએ. મારી જેમ તમારું પણ માથું ચકરાવે ચઢ્યું હશે યાદ રાખો 1 ડિસેમ્બર થી સિનેમાઘરો માં તમારી હાજરી થી આગ લગાડવાની છે.’
આલિયા ભટ્ટ ઉપરાંત રણબીર કપૂર ની માતા નીતુ સિંહ અને બહેન રીધ્ધીમા કપૂર ને પણ ફિલ્મ એનિમલ નું ટ્રેલર ખુબ પસંદ આવ્યું. તમને જણાવી દઈએ કે, ફિલ્મ એનિમલ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ સમાચાર પણ વાંચોઃ Sunny deol: IFFI 2023ના મંચ પર રાજકુમાર સંતોષી એ કંઈક એવું કહ્યું કે ભાવુક થઈ ગયો સની દેઓલ, આંખમાં આવી ગયા આંસુ, જુઓ વિડીયો
