Site icon

Alia bhatt trolled: NMACC ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું ભાષણ સાંભળી આલિયા ભટ્ટે કર્યું એવું કામ કે થઇ ગઈ ટ્રોલ

Alia bhatt trolled: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં NMACC ખાતે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના 141મા સત્રનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં ખેલાડીઓ સિવાય બી-ટાઉન સેલેબ્સે પણ ભાગ લીધો હતો.હવે આ ઈવેન્ટમાંથી આલિયા ભટ્ટનો એક ફોટો સામે આવ્યો છે જેમાં તે પીએમ મોદીના ભાષણ દરમિયાન સૂતી જોવા મળી હતી.

alia bhatt sleeping during pm modi speech 141st ioc session at nmacc

alia bhatt sleeping during pm modi speech 141st ioc session at nmacc

News Continuous Bureau | Mumbai

Alia bhatt trolled: PM મોદીએ મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના 141મા સત્રનું ઉદ્ઘાટન કર્યું. જેમાં બોલિવૂડ સેલિબ્રિટીથી લઈને વિવિધ રમતના ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની હાજરીએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. જેની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઇ હતી. હવે આ તસવીરોમાંથી એક તસવીર સામે આવી છે. જે લોકો નું ધ્યાન ખેંચી રહી છે. જેમાં આલિયા ભટ્ટ સૂતી જોવા મળી રહી છે.

Join Our WhatsApp Community

 

NMACC માં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો 

IOC સેશન ઇવેન્ટમાં બી-ટાઉન ના ઘણા સ્ટાર્સ એ હાજરી આપી હતી. આ ઇવેન્ટ માટે બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ તેના પતિ અને રણબીર કપૂર સાથે પહુંચી હતી.હવે આ ઇવેન્ટ ની અંદર ની તસવીર વાયરલક થઇ રહી છે. જેમાં દીપિકા અને શાહરૂખ એકસાથે બેઠાં જોવા મળી રહ્યા છે. તેમજ આલિયા અને રણબીર તેની પાછળ ની સીટ પર બેઠેલા જોવા મળે છે. આલિયા ભટ્ટ રણબીર કપૂર ના ખભા પર માથું ઢાળી ને સૂતી જોવા મળે છે. જ્યારે રણબીર ફોન જોઈ રહ્યો છે.

આલિયા ભટ્ટ થઇ ટ્રોલ 

આ ફોટો વાયરલ થતાં જ અભિનેત્રી ટ્રોલ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે ‘એક્ટ્રેસ ઇવેન્ટમાં એટલી કંટાળી ગઈ કે તે પાવર નેપ લેતી જોવા મળે છે’. એક વ્યક્તિએ લખ્યું, ‘આલિયાને ઘરે જવું છે.’ આ સિવાય લોકો રણબીર કપૂરને ટ્રોલ પણ કરી રહ્યા છે કે તે બીજે ક્યાંક વ્યસ્ત છે.તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા અને તેમણે સત્રને સંબોધિત કર્યું હતું.એવું માનવામાં આવે છે કે આ દરમિયાન આલિયા સૂઈ ગઈ હતી.

આ  સમાચાર પણ વાંચો : Urfi javed: ઉર્ફી જાવેદે ઉતારાવડાવ્યું શિલ્પા શેટ્ટી ના પતિ રાજ કુન્દ્રા નું માસ્ક,વિડીયો જોઈ ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા

Real vs Fake IMAX: IMAX ના નામે બોલિવૂડનો મોટો દાવ! મોટી સ્ક્રીન એટલે જ IMAX? જાણો કેમ તમારી પાસેથી વસૂલવામાં આવે છે ડબલ પૈસા
Naagin 7 Update: એકતા કપૂરનો આકરો મિજાજ! ‘નાગિન 7’ ના સેટ પર મોબાઈલ પર પ્રતિબંધ મૂકવા પાછળનું શું છે અસલી કારણ? જાણો અંદરની વાત
Zoya Afroz Transformation: સલમાન ખાનની એ ભત્રીજી હવે બની ગઈ છે બ્યુટી ક્વીન! 27 વર્ષમાં એટલી બદલાઈ ગઈ કે ઓળખવી મુશ્કેલ; જુઓ સુંદરતાનો જાદુ
Border 2 First Review: ‘બોર્ડર 2’ ના સ્ક્રીનિંગમાં ભાવુક થયા સેન્સર બોર્ડના સભ્યો; સની દેઓલના અભિનય અને દેશભક્તિના ડોઝે જીત્યા દિલ
Exit mobile version