Site icon

Allu arjun: થિયેટર ની બહાર થયેલી નાસભાગ માં ઘાયલ થયેલા બાળક ને લઈને અલ્લુ અર્જુન એ વ્યક્ત કરી ચિંતા,ઈમોશનલ નોટ શેર કરી કહી આવી વાત

Allu arjun: અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા 2 ના પ્રીમિયરમાં થયેલી નાસભાગ માં એક મહિલા નું મૃત્યુ થયું હતું તેમજ તે જ મહિલા નો પુત્ર ઘાયલ થયો હતો હવે અલ્લુ અર્જુન ને આ ઘાયલ બાળક ને લઈને એક ઈમોશનલ નોટ શેર કરી છે.

allu arjun shared an emotional message for pushpa 2 stampede victim shri tej

allu arjun shared an emotional message for pushpa 2 stampede victim shri tej

News Continuous Bureau | Mumbai 

Allu arjun: અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા 2 ના પ્રીમિયર માં થયેલી નાસભાગ માં એક મહિલા નું મૃત્યુ થયું હતું તેમજ તે જ મહિલા નો પુત્ર ઘાયલ થયો હતો જેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની હાલત ઘણી ગંભીર છે. હવે અલ્લુ અર્જુન ને આ ઘાયલ બાળક ને લઈને એક ઈમોશનલ નોટ શેર કરી છે. તમને જણાવી દઈએ કે આ મહિલા ના મૃત્યુ ના કેસ માં અલ્લુ અર્જુન ની ધરપકડ પણ કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Allu arjun: પુષ્પા ના બચાવ માં આવી શ્રીવલ્લી, અલ્લુ અર્જુન ની ધરપકડ બાદ રશ્મિકા એ શેર કરી પોસ્ટ

અલ્લુ અર્જુન એ શેર કરી નોટ 

અલ્લુ અર્જુન જેલમાંથી બહાર આવ્યો ત્યારે લોકો એ તેને એક પ્રશ્ન પૂછ્યો હતો કે તે કેમ રેવતીના પરિવાર અને તેના ઘાયલ પુત્ર શ્રી તેજને હોસ્પિટલમાં મળવા ના ગયો. હવે આ મામલે અલ્લુ અર્જુને તેના સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ નોટ શેર કરી છે જેમાં લખ્યું છે કે, ‘હું શ્રી તેજ વિશે ખૂબ જ ચિંતિત છું જેઓ આ દુ:ખદ ઘટના બાદ ગંભીર હાલતમાં છે. ચાલી રહેલી કાનૂની કાર્યવાહીને કારણે મને આ સમયે તેમને અને તેમના પરિવારને ન મળવાની સલાહ આપવામાં આવી છે. મારી પ્રાર્થના તેની સાથે છે અને હું તેની સારવાર અને પરિવારની જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી લેવા તૈયાર છું. હું બાળકના ઝડપી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું અને હું શક્ય તેટલી વહેલી તકે તેના પરિવારને મળવા જઈ રહ્યો છું.’


અલ્લુ અર્જુનની ધરપકડ બાદ રેવતીના પતિ એમ ભાસ્કરે કહ્યું કે તે અભિનેતા સામેનો કેસ પાછો ખેંચવા તૈયાર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Rohit Shetty Firing Case: રોહિત શેટ્ટી ફાયરિંગ કેસમાં ખળભળાટ: IMPPA એ CM ફડણવીસ પાસે માંગી ખાસ સુરક્ષા, જાણો પત્રમાં કઈ 3 મોટી માંગણીઓ કરી
Box Office Battle: રિલીઝ પહેલા જ રમત બગડી! ‘ટોક્સિક’ ના કારણે ‘ધુરંધર 2’ ના બિઝનેસ પર સંકટ, શું સાઉથમાં રણવીર સિંહનો જાદુ નહીં ચાલે?
Exit mobile version