અભિનેતામાંથી સંગીતકાર બનેલા સદીના મહાનાયક અમિતાભ બચ્ચને આ ફિલ્મમાં આપ્યું છે સંગીત- તમામ ઇન્સ્ટ્રુમેન્ટ પણ પોતે જ વગાડ્યા છે.

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના(Bollywood) મેગાસ્ટાર અમિતાભ બચ્ચને(Megastar Amitabh Bachchan) સાબિત કરી દીધું છે કે ઉંમર માત્ર એક નંબર છે. અમિતાભ બચ્ચન, 79 વર્ષ ની વયે હજુ પણ દિવસમાં 12-12 કલાક કામ કરે છે અને જ્યારે અમને લાગે છે કે અમે બિગ બીનું શ્રેષ્ઠ જોયું છે, ત્યારે તે દર્શકો માટે કંઈક નવું લાવે છે. બ્રહ્માસ્ત્રમાં(Brahmastra) ગુરુજીની(Guruji) ભૂમિકા ભજવનાર અમિતાભ બચ્ચને તાજેતરમાં એક ફિલ્મમાં સંગીતકાર(Musician) તરીકે કામ કર્યું છે.

આર બાલ્કીની ફિલ્મ(R Balki's film) ‘ચૂપ’ (Chup) માં અમિતાભ બચ્ચને સંગીત આપ્યું છે અને એક ગીત રેકોર્ડ કર્યું છે. મેગાસ્ટારે આ વિશે ફેન્સને ફેસબુક પોસ્ટ(Facebook Post) દ્વારા જણાવ્યું છે. અમિતાભ બચ્ચને લખ્યું – ફિલ્મ માટે 'મોઇ'(Moi) કંપોઝ કરવી તે ખૂબ જ પ્રેરણાદાયક બાબત હતી. મેં દરેક વાદ્ય જાતે વગાડ્યું અને વ્યક્તિગત રીતે રેકોર્ડ કર્યું.અમિતાભ બચ્ચને લખ્યું, 'મારા માટે તે એક મેલડી હતી, જે પ્રેમની વાત કરે છે, પ્રેમ વિશે વાત કરતી હતી… કોઈ પ્રેમ વિના… પ્રેમ જે ખુલ્લેઆમ સમજી શકાતો નથી.' તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને સની દેઓલ સ્ટારર ફિલ્મ ચૂપમાં પણ ગેસ્ટ અપિયરન્સ આપ્યું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : મૈંને પાયલ હૈ છનકાઈ ના વિવાદ વચ્ચે  ફાલ્ગુની પાઠક-નેહા કક્કર જોવા મળ્યા સાથે -યુઝર્સ થઇ ગયા કન્ફ્યુઝ કહી આવી વાત  

એક ટ્રેડ એક્સપર્ટ (Trade Expert) ના એહવાલ મુજબ, 'ચુપ’ ફિલ્મે રિલીઝના બીજા દિવસે સારો દેખાવ કર્યો છે, રાષ્ટ્રીય સિનેમા દિવસના(National Cinema Day) અવસર પર સારી ઓપનિંગને કારણે ફિલ્મને સારો દેખાવ મળી રહ્યો છે. તેણે સમગ્ર દેશમાં શુક્રવારે ₹3.06 કરોડ, શનિવારે ₹2.07 કરોડ અને બે દિવસમાં ₹5.13 કરોડની કમાણી કરી છે.

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment