ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ મે ૨૦૨૧
સોમવાર
કોરોનાકાળ વચ્ચે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન એક નવી મૂંઝવણમાં મુકાયા છે. નવા આવાસમાં સ્થળાંતર કર્યા પછી તે તેમના પિતા હરિવંશ રાય બચ્ચનની મૂળ હસ્તપ્રતો શોધી શક્યા નથી. એથી મહાનાયક પોતાના પર જ બહુ ગુસ્સે થયા છે.
અમિતાભ બચ્ચન વારંવાર તેમના બ્લૉગ પેજ પર પોતાના મનની વાતો લખે છે. તાજેતરમાં જ બિગ બીએ તેમના પિતા અને સુપ્રસિદ્ધ કવિ હરિવંશ રાય બચ્ચનની ગુમ થયેલી હસ્તપ્રતો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. મહાનાયક અમિતાભ બચ્ચને બ્લૉગના માધ્યમથી જણાવ્યું હતું કે “મને આત્યંતિક ક્રોધ છે કે પિતાની તમામ હસ્તપ્રતો રહેઠાણમાં થયેલા ફેરફારોને કારણે હજી સુધી મળી નથી.”
બિગ બીએ વધુમાં લખ્યું છે કે “જ્યારે હું તેમની આત્મકથાનાં પાનાં પર નજર કરું છું ત્યારે મને આ હસ્તપ્રતોનો સંદર્ભ મળે છે અને એ હવે ક્યાં છે એ હું જાણતો નથી.” બચ્ચને ઉમેર્યું હતું કે "એક દુર્ઘટના, અત્યારે પણ ઘણીવાર જે ઘટનાઓ મને યાદ આવે છે તે ઘટનોઓનો સમયગાળો મને ખ્યાલ નથી હોતો, અને એ ખૂબ જ ખલેલ પહોંચાડે છે. આ એક બેદરકારીનું લક્ષણ છે.”