News Continuous Bureau | Mumbai
Amrita arora : કમબખ્ત ઈશ્ક અને આવારા પાગલ દીવાના જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અમૃતા અરોરા ભલે આજે ફિલ્મી પડદાથી દૂર થઈ ગઈ હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવી રહી છે. અમૃતા ઘણીવાર તેની ગર્લ ગેંગ મલાઈકા અરોરા, કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂર સાથે પાર્ટી કરતી જોવા મળે છે. અમૃતા અરોરાની પ્રોફેશનલ લાઈફ ભલે લાઈમલાઈટમાં ન હોય, પરંતુ તેની પર્સનલ લાઈફ હંમેશા લાઈમલાઈટમાં રહી છે. અમૃતાએ બિઝનેસમેન શકીલ લદ્દાખ સાથે લગ્ન કર્યા છે અને તેમને બે પુત્રો છે. પરંતુ અમૃતાના શકીલ સાથેના લગ્ન તેની કોલેજ ફ્રેન્ડ નિશા રાણા સાથે સારા ન રહ્યા.
અમૃતા પર લાગ્યો હતો પતિ ચોરી નો આરોપ
મીડિયા સાથેની વાતચીતમાં નિશા રાણાએ ખુલ્લેઆમ અમૃતા અરોરા પર તેના પતિ પર ચોરીનો આરોપ લગાવ્યો અને સાથે જ નિશાએ એમ પણ કહ્યું કે અમૃતા પતિ-પત્ની વચ્ચે આવી ગઈ છે. અમૃતા પર આરોપ લગાવતા નિશાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે તે તેના કપડાં અને અન્ય સામાનનો પણ ઉપયોગ કરતી હતી. આટલું જ નહીં નિશાએ તેના પૂર્વ પતિ શકીલ લદ્દાખ પર આરોપ લગાવતા કહ્યું કે, ‘જ્યારે અમૃતા 2008માં લોસ એન્જલસમાં કમબખ્ત ઈશ્કનું શૂટિંગ કરી રહી હતી, ત્યારે શકીલ તેને ત્યાં મળવા ગયો હતો અને તેને મોંઘી ગિફ્ટ્સ આપી હતી, જ્યારે મને છૂટાછેડા બાદ એક પણ પૈસો આપ્યો નહોતો.’અમૃતા અરોરા વિશે એવા સમાચાર હતા કે તે લગ્ન પહેલા જ માતા બનવા જઈ રહી હતી અને તેથી જ તેણે અને શકીલ લદ્દાખે ઉતાવળમાં લગ્ન કરી લીધા.
આ સમાચાર પણ વાંચો : Manipur Violence: મણિપુરમાં પ્રદર્શનકારી અને પોલિસ વચ્ચે હિંસક ઝડપ, તોફાની ટોળાએ પોલીસકર્મીની હત્યા કરી… જાણો હાલ કેવી સ્થિતિ..
અમૃતા પર લાગેલા આરોપ નો માતા એ કર્યો બચાવ
જ્યારે અમૃતાની માતાને નિશા દ્વારા લગાવવામાં આવેલા આ આરોપોની જાણ થઈ તો તે પોતાની પુત્રીના બચાવમાં આગળ આવી. 2008માં મીડિયા સાથેની વાતચીતમાં અમૃતાની માતા જોયસ અરોરાએ નિશા એ લગાવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેણે કહ્યું, ‘નિશા ના વર્ષ 2006માં જ છૂટાછેડા થઈ ગયા હતા અને તે સમયે મારી પુત્રી ઉસ્માન અફઝલ સાથે સંબંધમાં હતી.’ અમૃતાની માતાએ વધુમાં જણાવ્યું કે શકીલે તેને છૂટાછેડાના કાગળો પણ બતાવ્યા હતા જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે શકીલ અને નિશાને પરસ્પર સહમતિથી છૂટાછેડા લીધા હતા. અમૃતાની માતાએ એ પણ જણાવ્યું કે નિશા અને અમૃતા વચ્ચે છેલ્લા 12 વર્ષથી કોઈ વાતચીત થઈ નથી અને શકીલ સાથે અમૃતાની પહેલી મુલાકાત 2008માં થઈ હતી.