408
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021.
ગુરુવાર.
બોલીવુડમાં ડ્રગ્સના વ્યાપેલા દૂષણનો પર્દાફાશ કરવા કેન્દ્રીય તપાસ એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ભારે ઝપાટો બોલાવ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ કથિત રીતે અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યાના ઘરે દરોડા પાડ્યા છે. ત્યારબાદ તેને નોટિસ મોકલવામાં આવી છે.
આ ઉપરાંત એનસીબીએ અનન્યા પાંડેનો ફોન પણ જપ્ત કર્યો છે.
એનસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે તેનું નામ થોડા દિવસોથી તપાસ હેઠળ છે.
જોકે, એનસીબી પુષ્ટિ કરી રહ્યું નથી કે, તે આર્યન ખાન ડ્રગ કેસ સાથે જોડાયેલ છે કે અલગ બાબત છે.
ભાવના ગવળી આ કારણે ED કાર્યાલયમાં જતાં ડરે છે; માગ્યો 15 દિવસનો સમય
You Might Be Interested In