News Continuous Bureau | Mumbai
‘અનુપમા’ સિરિયલમાં જોવા મળેલી અનેરી વજાની આ દિવસોમાં ‘ખતરો કે ખિલાડી સીઝન 12’માં જોવા મળી રહી છે. અભિનેત્રી ટેલી ઉદ્યોગમાં ખૂબ જ લોકપ્રિય નામ છે અને તે ‘બેહ’દ જેવા ઘણા સફળ ટીવી શોનો ભાગ રહી છે. હાલમાં તે દક્ષિણ આફ્રિકામાં રોહિત શેટ્ટીના સ્ટંટ આધારિત રિયાલિટી શોનું શૂટિંગ કરી રહી છે. અભિનેત્રી તેના સ્ટંટથી દર્શકોને આશ્ચર્યચકિત કરી રહી છે અને કેપટાઉનમાં તેનો ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી રહી છે. હાલમાં જ અનેરી વજાનીએ પોતાની લવ લાઈફ વિશે ખુલીને વાત કરી છે.
એક મીડિયા હાઉસ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં જ્યારે અનેરી વજાનીને પૂછવામાં આવ્યું કે શું તે ‘નિશા ઔર ઉસકી કઝીન’ ના અભિનેતા મિશ્કત વર્માને ડેટ કરી રહી છે? અનેરીએ સ્પષ્ટપણે ના પાડી અને કહ્યું કે તેઓ ખૂબ સારા મિત્રો છે. તેમની વચ્ચે ડેટિંગ જેવું કંઈ નથી. તેણે કહ્યું કે તેઓ એકબીજાને પ્રેમ અને સન્માન કરે છે. અનેરીએ એ પણ ખુલાસો કર્યો કે માત્ર મિત્રતા છે અને તેઓ સાથે કામ કરવાની મજા લે છે. મને ખબર નથી કે લોકો તેમને શા માટે આવી વાતો કરે છે.જ્યારે તેની લવ લાઈફ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અનેરીએ કબૂલાત કરી કે તે પ્રેમમાં છે. અનેરી કહે છે, "હા, હું પ્રેમમાં પડી ગઈ છું. પરંતુ હું મારો સમય કાઢીને દુનિયાને આ જણાવવા માંગુ છું. હું બધાને કહેવા આતુર છું પણ જ્યારે મને જયારે મન થશે ત્યારે . આ ક્ષણે પ્રેમમાં રહેવું એ સૌથી સુંદર લાગણી છે."
આ સમાચાર પણ વાંચો : બધી પૈસાની માયાજાળ છે ભાઈ… સુસ્મીતા સેન પાસે જેટલા પૈસા છે તેનાથી 1000 ગણા વધારે પૈસા લલીત મોદી પાસે છે. જાણો કોણ કેટલા પાણીમાં છે
તમને જણાવી દઈએ કે અનેરીને ટીવી શો ‘નિશા ઔર ઉસકી કઝીન્સ’થી ઘણી ઓળખ મળી હતી. આ શોમાં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ મોહસીન ખાન પણ તેની સાથે હતો. હવે બંને ફરી એકવાર સાથે જોવા મળવાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને એક નવા પ્રોજેક્ટમાં સાથે જોવા મળવાના છે.આ ઉપરાંત અનેરી બેહદ, સિલસિલા બદલતે રિશ્તો કા અને છેલ્લે તે અનુપમા માં મુક્કુ ના પાત્ર માં જોવા મળી હતી.