News Continuous Bureau | Mumbai
Animal: સંદીપ રેડ્ડી વાંગા તેની આગામી ફિલ્મ ‘એનિમલ’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં અભિનેતા રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રણબીરના જન્મદિવસ પર રિલીઝ થયેલ ફિલ્મનું ટીઝર સોસીયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. ટીઝર માં રણબીર કપૂર નો ચોકલેટી બોય લુક થી લઇ ને હિંસાત્મક લુક જોવા મળી રહ્યો છે.એનિમલ ના ટીઝર ને દર્શકો તરફથી ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે ‘એનિમલ’ માટે રણબીર કપૂર પહેલી પસંદ નહોતો.
એનિમલ માટે મહેશ બાબુ નો કરવામાં આવ્યો હતો સંપર્ક
રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે એનિમલની ઑફર પહેલા સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુને આપવામાં આવી હતી, પરંતુ તેણે આ રોલ કરવાની ના પાડી હતી. સંદીપ રેડ્ડી વાંગાએ પહેલા તેને તેલુગુમાં બનાવવાનું વિચાર્યું હતું. જો કે, મહેશ બાબુએ ના પાડ્યા પછી, ફિલ્મ નિર્માતાએ રણબીર કપૂરને કાસ્ટ કર્યો અને હિન્દીમાં ફિલ્મ બનાવી મીડિયા રિપોર્ટ મુજબ મહેશ બાબુ આ સંદર્ભે સંદીપ રેડ્ડી વાંગા ને મળ્યો હતો. જો કે આ અંગે બંને વાત કરી શક્યા ન હતા. કથિત રીતે અભિનેતાએ ના પાડવાનું કારણ એ હતું કે આ ફિલ્મ ડાર્ક વિષય પર આધારિત હતી. જેના કારણે તે આ બાબતે થોડો સંકોચ અનુભવતો હતો. આ અંગે મહેશનું માનવું હતું કે ફિલ્મનો આ વિષય તેના પુરૂષ દર્શકો સાથે જોડાઈ શકશે નહીં અને આ ફિલ્મ તેની અને તેના દર્શકોની રુચિ બંને માટે તદ્દન અલગ છે.
આ સમાચાર પણ વાંચો : Vijay deverakonda on animal: એનિમલ ના ટીઝર પર રશ્મિકા મંડન્ના ના કથિત બોયફ્રેન્ડે આપી પ્રતિક્રિયા, વિજય દેવરાકોંડા એ સોશિયલ મીડિયા પર અભિનેત્રીને આવું કહી ને સંબોધી
તમને જણાવી દઈએ કે રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે સંદીપે મહેશ બાબુને આ ફિલ્મ ઓફર કરી હતી, ત્યારે તેનું નામ ‘ડેવિલ’ હતું. જો કે, મહેશ બાબુ દ્વારા ઓફર નકારી કાઢ્યા બાદ ફિલ્મનું નામ બદલીને ‘એનિમલ’ કરી દેવામાં આવ્યું હતું.