Site icon

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી ના ટાઈટલ ગીત પર અંકિતા લોખંડેએ બતાવ્યું પોતાનું આલીશાન ઘર-સાસુને પગે લાગી ઘરના બાકી સભ્યોનો આ રીતે કરાવ્યો પરિચય-જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai 

ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે સોશિયલ મીડિયા(Ankita Lokhande social media) પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં તેણે તેના નવા ઘરની ઝલક આપી છે, જે તેણે પતિ વિકી જૈન (vicky jain)અને પરિવારના તમામ સભ્યો સાથે શેર કરી છે. અંકિતાએ એકતા કપૂરની ફેમસ સિરિયલ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'ના (Kyunki saas bhi kabhi bahu thi)ટાઇટલ ગીતના સીન ને રિક્રિએટ કર્યો હતો , જેમાં અભિનેત્રી અને રાજકારણી સ્મૃતિ ઈરાનીએ તુલસીની (Smriti Irani)ભૂમિકા ભજવી હતી. વીડિયોમાં અંકિતા વિક્કીને 'પતિ પરમેશ્વર' તરીકે ઓળખાવે છે. આ સાથે તેણે ઘરના તમામ લોકોનો ખાસ પરિચય કરાવ્યો. આ દંપતીએ તાજેતરમાં તેમના નવા ઘરે ગૃહ પ્રવેશ સમારોહ યોજ્યો હતો.

Join Our WhatsApp Community

વીડિયોની શરૂઆત અંકિતાએ લાલ સાડી (red saree)પહેરીને કરી હતી અને તે દર્શકોને નમસ્તે સાથે તેના ઘરના પ્રવેશ દ્વાર પર આમંત્રિત કરે છે. તેણી તેના પરિવારના સભ્યોનો પરિચય કરાવે છે. વિડિયો તેમના નવા ઘરના તમામ ભાગોને કેપ્ચર (capture)કરે છે, જેમાં આલીશાન સોફા અને ઝુમ્મર છે. તેણે પોતાના રસોડાની પણ ઝલક બતાવી. ઈન્સ્ટાગ્રામ(Instagram video) પર વીડિયો શેર કરતા અંકિતાએ લખ્યું, 'અર્ચના દેશમુખ એક્સ તુલસી વિરાણી. અમારી ગૃહ પૂજામાં મારા પરિવાર સાથે આ વિડિયોને ફરીથી બનાવવામાં મને ખૂબ જ મજા આવી! તે તમારા માટે છે @ektarkapoor અને @smritiiraniofficial, તુલસી હંમેશા આપણા હૃદયમાં રહેશે! આશા છે કે તમને બંને ગમશે.’

આ સમાચાર પણ વાંચો : કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ 7 માં આ ક્યૂટ કપલ મળી શકે છે જોવા નામ જાણીને ચાહકો થઇ જશે ખુશ

સોશિયલ મીડિયા પર ટીવી એક્ટ્રેસ અકિંતા લોખંડેનો આ વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જે અંતર્ગત અકિંતાનો આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ(viral) થઈ રહ્યો છે. અકિંતા લોખંડેના આ વીડિયો પર અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ આવી ચૂક્યા છે. એટલું જ નહીં, ચાહકો આ વીડિયો પર કમેન્ટ(comments) હેઠળ પોતાની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે, અંકિતા અને વિકીએ તાજેતરમાં જ રિયાલિટી શો 'સ્માર્ટ જોડી' (Smart jodi winner)જીત્યો હતો.

Katrina Kaif: કેટરીના કૈફના પ્રેગ્નન્સી રુમર્સ એ પકડ્યું જોર, બેબી બંપ સાથેની તસવીર થઈ વાયરલ
‘The Bads of Bollywood’: શું ખરેખર બનશે ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ ની બીજી સીઝન? આર્યન ખાને આપ્યો સંકેત
Deepika Padukone: ‘કલ્કી 2’માંથી બહાર થયા પછી દીપિકા પાદુકોણે કરી મોટી જાહેરાત, જાણો અભિનેત્રી એ શું કહ્યું
Homebound: ઓસ્કાર 2026 માટે ‘હોમબાઉન્ડ’ ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ, કરણ જોહર એ ભાવુક થઇ કહી આવી વાત
Exit mobile version