News Continuous Bureau | Mumbai
સમગ્ર દેશમાં ગત ૭ ઓગસ્ટે ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ(Celebrate Friendship Day) કરવામાં આવ્યો હતો. ત્યારે મોટા પડદા પર દેખાતા એક્ટર્સના(Actors) પણ મિત્રો હોય છે. તેમાંથી તમે ઘણા એક્ટર્સની મિત્રતા(Actors' friendship) વિશે જાણતા હશો પરંતુ આજે અમે તમને બે એવા દિગ્ગજ મિત્રો(Great friends) વિશે વાત કરવાના છીએ.
આ બે મહાન હસ્તિઓ બીજી કોઈ નહીં સાઉથ સિનેમાના(South Cinema) થલાઈવા રજનીકાંત(Thalaiva Rajinikanth) અને બોલિવૂડના દમદાર એક્ટર(Bollywood actor) અનુપમ ખેર(Anupam khēr) છે. બંને મિત્રતાની મિસાલ આપતા જોવા મળે છે. તેમણે રાષ્ટ્રપતિ ભવનની(Rashtrapati Bhavan) મુલાકાત કરી અને એક જ ફ્રેમમાં ફોટો ક્લિક(Photo click) કરાવ્યો, જે હાલ સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે. અનુપમ ખેરે તસવીર શૅર કરીને કહ્યું હતું, 'મારા મિત્ર રજનીકાંત જેવું કોઈ હતું નહીં, કોઈ છે નહીં અને કોઈ થશે નહીં. તમને મળીને આજે બહુ જ સારું લાગ્યું. જય હો.'
આ તસવીર પર ચાહકો તથા સેલેબ્સે કમેન્ટ્સ(Celebs comments) કરી હતી. મહિમાએ કહ્યું હતું કે તેના ફેવરિટ હીરો (Favorite Hero) એક જ ફ્રેમમાં. દર્શન કુમારે કમેન્ટ સેક્શનમાં હાર્ટ ઇમોજી પોસ્ટ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : મરાઠી સીને સૃષ્ટિના આ દિગ્ગજ કલાકારની અણધારી વિદાય
ઉલ્લેખનીય છે કે બંને એક્ટર્સે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા આઝાદીના અમૃત મહોત્સવમાં(Amrit Mohotsav of Azadi) ભાગ લીધો હતો. આ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. બધા લોકો આ બંને દિગ્ગજને એક જ ફ્રેમમાં જોવા માટે ઉત્સુક હતા. અનુપમ ખેર ફિલ્મ 'ઇમરજન્સી'માં(emergency) કંગના સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અનુપમ ખેરે જય પ્રકાશ નારાયણની(Jai Prakash Narayan) ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત તે સાઉથ ઇન્ડિયન ફિલ્મ(South Indian Film) 'ટાઇગર નાગ્શેવર રાવ'માં રવિ તેજા સાથે જાેવા મળશે. રજનીકાંત 'જેલર'માં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં હૈદરાબાદમાં શરૂ થશે. છેલ્લે તેઓ 'અન્નાથે'માં જોવા મળ્યા હતા