ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ટીવી શો 'અનુપમા' હંમેશાં TRPની યાદીમાં ટૉપ નંબર પર રહે છે. શોની કહાની લોકોના દિલમાં ઘર કરી જાય છે, પરંતુ શોમાં સરળ દેખાતાં પાત્રો વાસ્તવિક જીવનમાં એકદમ બોલ્ડ છે અને ‘અનુપમા’ની પુત્રવધૂ કિંજલ એટલે કે નિધિ શાહનો નંબર પ્રથમ આવે છે.
‘અનુપમા’ની મોટી વહુ અને પરિતોષની પત્નીનું પાત્ર ભજવનાર નિધિ શાહ વાસ્તવિક જીવનમાં એકદમ બોલ્ડ છે અને આ તેના ઇન્સ્ટાગ્રામ પરથી સ્પષ્ટ દેખાય છે.
સિરિયલ 'અનુપમા'માં અભિનેત્રી નિધિ શાહને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે, જે અનુપમાની પુત્રવધૂ કિંજલના રોલમાં છે. તે દરરોજ તેના નવા દેખાવ બતાવીને તેના ચાહકોને આશ્ચર્યચકિત કરે છે.
શોમાં હંમેશાં સાડી કે સૂટમાં જોવા મળતી કિંજલ ઉર્ફે નિધિ શાહ વાસ્તવિક જીવનમાં સ્વિમ સૂટ પહેરવાથી શરમાતી નથી. જ્યારે તેને તક મળે છે, તે ચોક્કસપણે સ્વિમ સૂટમાં ફોટા શૅર કરે છે, એમાં તે અદ્ભુત દેખાય છે.
બહુ ઓછા લોકો જાણે છે કે નિધિ શાહની કારકિર્દીની શરૂઆત બૉલિવુડથી થઈ હતી. માત્ર 15 વર્ષની ઉંમરે નિધિએ વર્ષ 2013માં ફિલ્મ 'મેરે ડેડ કી મારુતિ'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં નિધિ શાહનો કેમિયો રોલ હતો. નિધિને તેની વાસ્તવિક ઓળખ ટીવી સિરિયલ 'તૂ આશિકી'થી મળી, ત્યાર બાદ નિધિએ 'કવચ' અને 'કાર્તિક પૂર્ણિમા' જેવા શો પણ કર્યા. અત્યારે ટીવી સિરિયલ 'અનુપમા'માં નિધિ અનુપમાના મોટા પુત્ર પરિતોષની પત્નીની ભૂમિકા ભજવી રહી છે.