Site icon

Anupama: અનુપમા છોડવા ના સમાચાર પર અનુજે આપી પ્રતિક્રિયા,શો ને લઈને ગૌરવ ખન્ના એ કહી આવી વાત

Anupama: અનુપમા માં ગૌરવ ખન્ના અનુજ નું પાત્ર ભજવી રહ્યો છે થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે આ શો માં અનુજ નો ટ્રેક પૂરો થઇ જશે અને શો માં તેનું મૃત્યુ બતાવવામાં આવશે. હવે આ સમાચાર પર અનુજ એટલેકે અભિનેતા ગૌરવ ખન્ના એ પ્રતિક્રિયા આપી છે

Anupama fame anuj aka gaurav khanna breaks silence on quitting show

Anupama fame anuj aka gaurav khanna breaks silence on quitting show

News Continuous Bureau | Mumbai

Anupama: અનુપમા સ્ટાર પ્લસ નો નંબર વન શો છે. આ શો હમેશા ટીઆરપી લિસ્ટ માં ટોચ પર રહે છે. આ સિરિયલ ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. આ સિરિયલ માં લોકો અનુજ અને અનુપમા ની જોડી ને ખુબ પસંદ કરે છે. આ સિરિયલ માં અનુજ નું પાત્ર ગૌરવ ખન્ના ભજવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવા અહેવાલો આવી રહ્યા છે કે ગૌરવ શો છોડવા જઈ રહ્યો છે. અને શો માં તેનું મૃત્યુ બતાવવામાં આવશે. હવે આ અફવાઓ પર અભિનેતાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Soni razdan: ઝીનત ના લિવ-ઈન રિલેશનશીપ પર આપેલા મુકેશ ખન્ના ના નિવેદન પર સોની રાઝદાન થઇ ગુસ્સે,આલિયા ભટ્ટ ની માતા એ આપી આવી પ્રતિક્રિયા

 

ગૌરવ ખન્ના એ કરી સ્પષ્ટતા

ગૌરવ ખન્ના એ મીડિયા સાથે ની વાતચીત માં જણાવ્યું કે, ‘મને ખબર નથી કે આવા સમાચાર ક્યાંથી આવ્યા છે. મને આમાં કોઈ સત્ય દેખાતું નથી કારણ કે હું મારા શો માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છું. મને આજ સુધી આ વિશે કંઈ ખબર નથી અને આ અહેવાલોનો કોઈ આધાર નથી. આ દિવસોમાં ઘણા ફેક ન્યૂઝ ઓનલાઈન આવતા રહે છે. આ સમાચાર બિલકુલ સાચા નથી.અમે બધા શો માટે ખૂબ જ મહેનત કરીએ છીએ. અમારા એપિસોડ દર સાત દિવસે આવે છે.’


અનુપમા ના લેટેસ્ટ એપિસોડ વિશે વાત કરીએ તો શો માં શ્રુતિ ને ગોળી વાગી છે જેને લઈને આધ્યા આઘાતમાં છે અને અનુજને ખબર નથી કે તેને કેવી રીતે હેન્ડલ કરવી. અનુપમા તેને મળવા આવે છે અને અનુજ તેને ત્યાં જ રહેવા માટે કહે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Sara Arjun as Madhubala: સંજય લીલા ભણસાલીને મળી ગઈ તેની ‘મધુબાલા’! ‘ધુરંધર 2’ ની આ એક્ટ્રેસ મચાવશે પડદા પર ધૂમ.
Exit mobile version