ટીવીનાં મોસ્ટ ટીઆરપી રેટિંગ શો માંથી એક 'અનુપમા'નાં બીજા બે સભ્યો કોરોનાની ચપેટમાં આવ્યા છે.
શોમાં અનુપમાની સાસુ લીલા શાહનો રોલ અદા કરનારી અલ્પના બુચ અને શોમાં તેની વહુ કિંજલનો રોલ અદા કરનારી નિધિ શાહ બંને કોરોનાગ્રસ્ત થયા છે.
આ વાતની માહિતી શોનાં પ્રોડ્યૂસર રાજન શાહીએ આપી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, આશિષ મેહોરાત્રા, પ્રોડ્યૂસર રાજન શાહી તથા 3 ક્રૂ મેમ્બર્સ પોઝિટિવ આવ્યા હતા.
