ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઑગસ્ટ, 2021
મંગળવાર
સ્ટાર પ્લસની ફૅમસ સિરિયલ ‘અનુપમા’માં હવે નવો વળાંક આવવાનો છે. અનુપમાના ઘરમાં ડ્રામાની કોઈ જ કમી નથી, પરંતુ આ વખતે ડ્રામા પણ હશે અને તમને મજા પણ આવશે. અનુપમા લાંબા સમય બાદ ખુશ જોવા મળશે. બીજી બાજુ, કાવ્યાને ફરી એક વાર હારનો સામનો કરવો પડશે. અનુપમા તેના પરિવારને ફરી એક વાર સમેટી લેશે. પાછળના એપિસોડમાં તમે જોયું કે કાવ્યા ઘડી ઘડી પાખીને ભડકાવતી રહેતી, અનુપમાથી દૂર કરતી રહેતી. પરંતુ હવે કાવ્યાની રમત સમાપ્ત થવાની છે. અત્યાર સુધી તમે જોયું છે કે કાવ્યા પાખી સાથે દગો કરે છે અને ત્યાંથી ગાયબ થઈ જાય છે. પાખી તેને સતત ફોન કરે છે અને તે ફોન ઉપાડતી નથી. આવી સ્થિતિમાં પાખી તૂટી જાય છે અને રડવા લાગે છે. પાખી વિચારે છે કે તેને કાવ્યાની વાતમાં આવીને ખોટું કામ કર્યું અને પાખી ઉદાસ થઈ જાય છે, ત્યારે અનુપમા તેની મદદ કરે છે. પાખી તેના મનની વાત અનુપમાને કરે છે અને તેને કહે છે કે કાવ્યા ગાયબ થઈ ગઈ છે. આવનાર એપિસોડમાં તમે જોશો કે પાખી અનુપમાને કહેશે કે તે તેની સાથે ડાન્સ કરે અને અનુપમા પાખીની વાત માની લેશે. જેને જોઈને આખો શાહ પરિવાર શૉક થઈ જશે. પાખી અને અનુપમા ધમાકેદાર ડાન્સ કરશે. બંનેનો તાલમેળ કમાલનો જોવા મળશે. બંને જીતશે જેને કારણે બંને ટ્રૉફી પોતાના નામે કરી લેશે. આ જોઈ કાવ્યા જલી ઊઠશે, પરંતુ કાવ્યા ચૂપચાપ બેસવાની નથી. આ દરમિયાન તે ચોક્કસપણે પરિવારને તોડવાનો કોઈ નવો રસ્તો શોધશે. એ જ સમયે અનુપમા તેના પરિવારની સંભાળ લેતી જોવા મળશે.