News Continuous Bureau | Mumbai
Anupama: ટીવી સિરિયલ અનુપમા માં પણ જલ્દી જ લીપ આવવાનો છે.જેનો પ્રોમો મેકર્સ એ ચાહકો સાથે શેર કર્યો છે. આ પ્રોમો મુજબ અનુપમા ને વિદેશ માં એકલી બતાવામાં આવી છે. પ્રોમો જોતા રવુ લાગે છે કે એક પછી એક ઘરના દરેક સદસ્યો અનુપમા નો સાથ છોડી દેશે અને ત્યારબાદ અનુપમા એકલી પડી જશે અને તે તેનું અધૂરું સપનું પૂરું કરવા અમેરિકા જતી રહેશે. આ શો ના કરંટ ટ્રેક માં સુધાંશુ પાંડે એટલકે વનરાજ શાહ ને પણ રિહેબ સેન્ટર માં મોલવામાં આવ્યો છે. તેમજ અનુપમા નો મોટો દીકરો તોશું અને વહુ કિંજલ પણ દેશ છોડી લંડન જતા રહ્યાં છે. સિરિયલ માં તેમનો ટ્રેક પૂરો કરવામાં આવ્યો છે. હવે કિંજલ નું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી નિધિ શાહે આ વિશે ખુલી ને વાત કરી છે.
આ સમાચાર પણ વાંચોઃ Sunny deol: ટાઇગર 3 ની સફળતા વચ્ચે સની દેઓલે તેના મિત્ર સલમાન ખાન ને અનોખી રીતે પાઠવ્યા અભિનંદન, તારા સિંહ ની પોસ્ટ થઇ વાયરલ
અનુપમા માં નહીં જોવા મળે કિંજલ
સોશિયલ મીડિયા પર કિંજલ એટલે કે નિધિ શાહે શો છોડી દીધો હોવાની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. એક ન્યુઝ પોર્ટલ સાથે આ વિશે વાત કરતાં નિધિએ કહ્યું, ‘મને લાગે છે કે શો છોડવાનો આ યોગ્ય સમય હતો. બહુ કંઈ કરવાનું બાકી નથી. કોઈ પાત્રને વધુ પડતું ન ખેંચવું અને તેને સારી રીતે સમાપ્ત કરવું શ્રેષ્ઠ છે. મને લાગે છે કે શોમાં કિંજલનો ગ્રાફ જબરદસ્ત હતો. મને કેટલાક સારા ટ્રેક્સ અને ઈમોશન્સને પરફોર્મ કરવાનો મોકો મળ્યો.’નિધિ ને અનુપમા માં તેના પાત્ર ની સમાપ્તિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે નિધિ એ જણાવ્યું કે, હું લાગણીશીલ અને લાગણીઓથી ભરેલી હતી. મેં ખૂબ જ ઉત્સાહથી પાત્ર ભજવ્યું. સાડા ત્રણ વર્ષ થઈ ગયા. તે મજાક નથી. હું કિંજલની ખૂબ જ નજીક હતી અને શો દ્વારા ઘણા મિત્રોને પણ મળી હતી. હું વસ્તુઓને સ્વીકારવામાં અને આગળ વધવામાં માનું છું. હવે હું ટીવી શો, ફિલ્મો અને વેબ સિરીઝ જેવા અન્ય પ્રોજેક્ટ માટે ઓડિશન આપી રહી છું’. નિધિ એ વધુ માં જણાવ્યું કે, ‘જ્યાં સુધી કિંજલ અને અનુપમાની વાત છે, હું મેકર્સનો આભાર વ્યક્ત કરવા માંગુ છું.’