ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 જાન્યુઆરી 2022
ગુરુવાર
અનુપમા સિરિયલ માં દર્શકોને રોજ નવા વળાંકો જોવા મળે છે. સીરિયલના લેટેસ્ટ ટ્રેકમાં બતાવવામાં આવ્યું છે કે મદાલસા શર્મા એટલે કે કાવ્યા અચાનક શાહ હાઉસમાંથી નીકળી જાય છે. લોકો તેમના જવાની અટકળો લગાવી રહ્યા છે. કેટલાક દર્શકોને એવું પણ લાગે છે કે કદાચ મદાલસાને કોરોના થયો હોવાને કારણે બ્રેક આપવામાં આવ્યો છે.આ કારણનો ખુલાસો ખુદ મદાલસા શર્માએ કર્યો છે, તેણે એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં કહ્યું કે, મને કોરોના હોવાના સમાચાર ખોટા છે. હું બિલકુલ સ્વસ્થ છું. હા, મેં શાહ હાઉસ છોડી દીધું છે. શોમાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે.
મદાલસાએ કહ્યું કે કંઈક એવું થવા જઈ રહ્યું છે જેની ચાહકોને અપેક્ષા પણ નહીં હોય. મેકર્સ શોમાં ઘરેલુ હિંસાનો ટ્રેક લાવ્યા છે. અનુજની બહેન માલવિકાનો ડરામણો ભૂતકાળ પણ સામે આવ્યો છે. હવે સમાચાર છે કે શોમાં વધુ બે નવી એન્ટ્રી થવાની છે. એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ માલવિકાના પતિ ટૂંક સમયમાં શોમાં એન્ટ્રી કરી શકે છે. આ સિવાય અક્ષય નામનું પાત્ર પણ આવવાનું છે. અક્ષય માલવિકાનો ભૂતકાળનો પ્રેમી છે.
સિરિયલ અનુપમાની કાવ્યાના આ નિવેદનથી ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. ચાહકોને એવું લાગવા માંડ્યું છે કે અનુપમા સિરિયલની વાર્તામાં ટૂંક સમયમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. તમે જાણો છો તેમ, વનરાજની નજર આ સમયે અનુજના બિઝનેસ પર છે. વનરાજ અનુજનો ધંધો હડપ કરવા માંગે છે. બીજી તરફ, અનુજ તેની બહેન માલવિકાની સંભાળ રાખવામાં વ્યસ્ત છે. આવનારા સમયમાં વનરાજ આનો લાભ લેવાના છે.