ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022
સોમવાર
નાના પડદાની લોકપ્રિય સિરિયલ અનુપમાની વાર્તા દર્શકોને પસંદ આવી રહી છે. અનુપમા અને અનુજની જોડીએ દર્શકોના દિલ જીતી લીધા છે. માલવિકાના આગમન સાથે આ ટીવી સિરિયલની વાર્તા વધુ રસપ્રદ બની છે, જેને જોવા ચાહકો આતુર છે. આ ટીવી સીરિયલમાં જોવા મળે છે કે અનુજે પોતાનો બિઝનેસ અને તમામ પ્રોપર્ટી માલવિકાના નામે કરી દીધી છે. તેણે પોતાનું ઘર પણ છોડી દીધું છે અને અનુપમા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે.જ્યારે તેઓ બંને લીલા કાફે સાથે ફરી એકવાર તેમની નવી શરૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે વનરાજ હવે અનુપમા અને અનુજને હેરાન કરવા માટે તલપાપડ છે. હવે આ ટીવી સિરિયલમાં નવા ટ્વિસ્ટ અને ટર્ન્સ આવી રહ્યા છે જે દર્શકો માટે ખૂબ જ રોમાંચક હશે.
અનુપમા ટીવી સિરિયલના લેટેસ્ટ પ્રોમોમાં જોઈ શકાય છે કે અનુપમા વેલેન્ટાઈન ડે પર અનુજને પોતાનો પ્રેમ વ્યક્ત કરશે. જે દિવસની અનુજ 26 વર્ષથી રાહ જોઈ રહ્યો હતો, હવે તે દિવસ જલ્દી આવવાનો છે. તેની રાહનો અંત આવવાનો છે કારણ કે વેલેન્ટાઈન ડે પર તે જોવામાં આવશે કે અનુપમા અનુજને સરપ્રાઈઝ કરશે અને તેની સાથે તેના દિલની વાત કરશે.અનુપમાની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રોમો વીડિયો શેર કરતી વખતે એક શાનદાર કેપ્શન આપ્યું છે. તેણે લખ્યું કે 'ફેબ ઈઝ ફેબ, અનુપમાના જીવનનો પહેલો વેલેન્ટાઈન ડે સ્પેશિયલ હશે.'
આ વખતે વેલેન્ટાઈન સ્પેશિયલ એપિસોડ ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યો છે કારણ કે આ દિવસે ચાહકોને એક નહીં પરંતુ બે સરપ્રાઈઝ મળવાના છે. જ્યાં અનુપમા અનુજને પોતાનો પ્રેમ વ્યક્ત કરવા જઈ રહી છે, તો બીજી તરફ કિંજલ ને વેલેન્ટાઈન ડે પર દગો મળવાનો છે. કારણ કે આવનારા એપિસોડ્સમાં જોવા મળશે કે કિંજલ પરિતોષ સાથેના તેના તમામ ઝઘડા ભૂલીને વેલેન્ટાઈન ડે ઉજવવા તૈયાર થઈ જાય છે.પણ પારિતોષને બીજી વેલેન્ટાઈન મળશે અને વેલેન્ટાઈન ડે પર બીજી કોઈ છોકરી સાથે વ્યસ્ત થઈ જશે. હવે તે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે શું પારિતોષ ખરેખર કિંજલ સાથે છેતરપિંડી કરી રહ્યો છે.