News Continuous Bureau | Mumbai
Arbaaz khan wedding: સલમાન ખાન ના ભાઈ અરબાઝ ખાને તેની ગર્લફ્રેન્ડ શૂરા ખાન સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન સલમાન ખાન ની બહેન અર્પિતા ના ઘરે થયા હતા. આ લગ્ન માં પરિવારના સભ્યો અને નજીકના લોકો એ હાજરી આપી હતી. હવે અરબાઝ અને શૂરા ની કોમન ફ્રેન્ડ રવીના ટંડને એક થ્રોબેક વિડીયો શેર કરી ને અરબાઝ અને શૂરા ને અભિનંદન પાઠવ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
રવીના ટંડને શેર કર્યો વિડીયો
અરબાઝ ખાન અને શૂરા ના લગ્ન માં રવિના ટંડન દીકરી રાશા સાથે પહોંચી હતી. રવીના એ અરબાઝ ખાન સાથેનો એક થ્રોબેક વીડિયો શેર કરીને કપલને અભિનંદન આપ્યા. આ વીડિયોમાં બંને ગીત અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ પર ડાન્સ કરી રહ્યાં છે. આ સાથે રવિનાએ લખ્યું, ‘અભિનંદન, અભિનંદન, અભિનંદન, મારા પ્રિય અરબાઝ અને શૂરા. તમારા માટે ખૂબ ખુશ. અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ મિસિસ અને મિસ્ટર શૂરા અરબાઝ ખાન!
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, શૂરા વ્યવસાયે મેકઅપ આર્ટિસ્ટ છે. તે રવિના ટંડન અને તેની પુત્રી રાશા ની પણ મેકઅપ આર્ટિસ્ટ છે.
આ સમાચાર પણ વાંચો : Animal OTT release: ફિલ્મ એનિમલ ના મેકર્સ ને લાગ્યો ઝટકો, ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને આવી આ સમસ્યા, જાણો સમગ્ર મામલો