News Continuous Bureau | Mumbai
Aryan Khan Best Director Award: બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને ડિરેક્શનની દુનિયામાં પોતાની મજબૂત ઓળખ બનાવી લીધી છે. સપ્ટેમ્બરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી તેની વેબ સીરીઝ “ધ બેડ્સ ઓફ બોલિવૂડ” ને મળેલી જબરદસ્ત સફળતા બાદ, આર્યનને ‘બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર ઓફ ધ યર’નો એવોર્ડ આપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાના હસ્તે આર્યનને આ સન્માન એનાયત કર્યું હતું. આર્યન ખાનની આ વેબ સીરીઝ નેટફ્લિક્સ ઈન્ડિયા પર નંબર 1 રહી હતી અને ગ્લોબલ ટોપ 10 (બિન-અંગ્રેજી શો) માં પણ સ્થાન મેળવ્યું હતું..
આ સમાચાર પણ વાંચો : Toxic Teaser: રોકી ભાઈનો નવો અવતાર! ‘ટૉક્સિક’ના ટીઝરમાં યશના લુકે મચાવી ધૂમ, ૧૯ માર્ચે બોક્સ ઓફિસના રેકોર્ડ તોડવા તૈયાર છે સુપરસ્ટાર
ડિરેક્શન અને રાઇટિંગમાં બતાવી અનોખી પ્રતિભા
આર્યન ખાને આ સીરીઝને માત્ર ડિરેક્ટ જ નથી કરી પણ પોતે જ લખી પણ છે. ગૌરી ખાનના રેડ ચીલીઝ એન્ટરટેઈનમેન્ટ હેઠળ આ સીરીઝ પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ શોમાં લક્ષ્ય લલવાની, બોબી દેઓલ, મોના સિંહ અને રાઘવ જુયાલ જેવા જાણીતા કલાકારોએ કામ કર્યું છે. આર્યનના અનોખા ડિરેક્શન ના વખાણ બોલિવૂડના દિગ્ગજ ફિલ્મમેકર્સ પણ કરી રહ્યા છે.
View this post on Instagram
નોંધનીય છે કે આર્યન ખાનને તાજેતરમાં ‘NDTV ઇન્ડિયન ઓફ ધ યર 2025’ (NDTV Indian of the Year) માં પણ આ જ સીરીઝ માટે ‘ડેબ્યૂ ડિરેક્ટર ઓફ ધ યર’નો એવોર્ડ મળ્યો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે સન્માનિત થવું એ આર્યન માટે ગૌરવની ક્ષણ છે. આનાથી સાબિત થાય છે કે ઉદ્યોગમાં નવું ટેલેન્ટ ઝડપથી પોતાનું સ્થાન બનાવી શકે છે . ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવ્યા બાદ હવે આર્યન ખાન મોટા પડદાના પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે. તેની આગામી ફિલ્મ એક સંપૂર્ણ મનોરંજક ડ્રામા હશે જે વર્ષ 2026માં ફ્લોર પર આવશે તેવી ચર્ચા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)