News Continuous Bureau | Mumbai
Avatar: Fire And Ash : હોલીવુડની મોસ્ટ અવેટેડ મૂવીઝમાં ‘અવતાર: ફાયર એન્ડ એશ’નું નામ સામેલ છે. અંગ્રેજી સિનેમાના દિગ્ગજ ફિલ્મમેકર જેમ્સ કેમરુનની આ સફળ ફ્રેન્ચાઇઝી ના ત્રીજા ભાગ ને લઈને ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે, ફિલ્મને લઈને ફર્સ્ટ રિવ્યુ પણ સામે આવ્યો છે, જેમાં ‘અવતાર: ફાયર એન્ડ એશ’ના જોરદાર વખાણ કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 19: અનુપમાએ પોતાના કાપડિયા જી માટે કર્યું ચિયર, બિગ બોસ વિનર ને લઈને કહી આવી વાત
કેવી લાગી લોકોને ‘અવતાર: ફાયર એન્ડ એશ’?
રિલીઝ પહેલાં જેમ્સ કેમરુનના નિર્દેશનમાં બનેલી બહુચર્ચિત ફિલ્મ ‘અવતાર: ફાયર એન્ડ એશ’નો લોસ એન્જલસમાં વર્લ્ડ પ્રીમિયર યોજાયો, જેમાં અંગ્રેજી સિનેમાના તમામ ક્રિટિક્સ અને ઓડિયન્સ સામેલ થઈ. હવે આ જ લોકોએ સોશિયલ મીડિયા હેન્ડલ ‘એક્સ’ પર ‘અવતાર ૩’ના રિવ્યુઝ શેર કર્યા છે.એક વ્યક્તિએ આ ફિલ્મને ‘માસ્ટરપીસ’ ગણાવી છે, જ્યારે અન્ય યુઝર્સ તેને ફ્રેન્ચાઇઝીની સૌથી શ્રેષ્ઠ મૂવી જાહેર કરી રહ્યા છે. તેમનું માનવું છે કે સિનેમાઘરોમાં આવો અનુભવ પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી. અન્ય યુઝરના મતે, ‘અવતાર: ફાયર એન્ડ એશ’ એક ‘આઉટસ્ટેન્ડિંગ’ ફિલ્મ છે, જે તમને એક ક્ષણ માટે પણ આંખના પલકારા મારવા દેશે નહીં. રિવ્યુમાં તેને “ગોરજિયસ સ્પેક્ટેકલ”, સૌથી વધુ ‘ઇમોશનલ’ અને “ડાર્કેસ્ટ એન્ડ ડ્રીમિએસ્ટ” તરીકે વર્ણવવામાં આવી છે, જેમાં ‘એપિક એક્શન’ પણ છે.
AVATAR: FIRE AND ASH is the darkest and dreamiest of the three, with epic action foiling a nearly Biblical rumination on tested faith and loss. If it spends too much time messily restaging series highs, it’s only to come full circle. Frustrating, exhilarating and transcendent. pic.twitter.com/VjpO9XSSRI
— Brendan Hodges (@metaplexmovies) December 2, 2025
અવતાર: ફાયર એન્ડ એશ’ ૧૯૦ મિનિટની અવધિ વાળી છે અને તેમાં પેન્ડોરાની દુનિયાનો અલગ રોમાંચ જોવા મળશે. આ મૂવી ૧૯ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. પ્રીમિયર દરમિયાન રેડ કાર્પેટ પર ડિરેક્ટર જેમ્સ કેમરુન સાથે ફ્રેન્ચાઇઝીના કલાકારો સેમ વર્ધિંગ્ટન, સિગૌર્ની વીવર, ઊના ચેપ્લિન અને ઝો સલદાના સહિત અન્ય સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)