Site icon

Bigg boss 17 promo: રંગીન હશે બિગ બોસ 17 ની દુનિયા, સલમાન ખાનના શો ના પ્રોમો વીડિયો એ મચાવી ઈન્ટરનેટ પર ધૂમ ,જુઓ વિડીયો

Bigg boss 17 promo:સલમાન ખાનના ફેમસ રિયાલિટી શો 'બિગ બોસ 17'નો પ્રોમો વીડિયો રિલીઝ થઈ ગયો છે. આ વીડિયોમાં સલમાન ખાન ત્રણ અલગ-અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે.

bigg boss 17 promo video release salman khan seen three different role

bigg boss 17 promo video release salman khan seen three different role

News Continuous Bureau | Mumbai 

Bigg boss 17 promo:’બિગ બોસ ઓટીટી 2’ની જોરદાર સફળતા બાદ લોકો હવે શો ના ટેલિવિઝન વર્ઝનની રાહ જોઈ રહ્યા છે. જોકે, હવે ચાહકોની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે કારણ કે તાજેતરમાં જ ‘બિગ બોસ 17’નો નવો પ્રોમો સામે આવ્યો છે. પ્રોમો જોઈને એવું લાગી રહ્યું છે કે આ વખતે બિગ બોસની નવી સીઝન ખૂબ જ રસપ્રદ રહેવાની છે. ‘બિગ બોસ 17’નો પ્રોમો કલર્સ ટીવીના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રિલીઝ કરવામાં આવ્યો હતો, જેમાં સલમાન ખાન અલગ-અલગ લુકમાં જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Community

 

 બિગ બોસ 17 નો પ્રોમો 

‘બિગ બોસ 17’ના આ પ્રોમો વીડિયોમાં જોઈ શકાય છે કે સલમાન ખાન ક્યારેક સૂટ, ક્યારેક શેરવાની તો ક્યારેક ટી-શર્ટ સાથે બુલેટપ્રૂફ જેકેટ પહેરેલો જોવા મળે છે. આ વિડિયો માં સલમાન ખાન કહી રહ્યો છે કે, “અત્યાર સુધી તમે બિગ બોસની માત્ર આંખો જ જોઈ હશે. હવે તમે બિગ બોસ ના ત્રણ અવતાર જોશો. દિલ… દિમાગ અને દમ. હમણાં માટે આટલું જ, પ્રોમો પૂરો થઈ ગયો છે.” આ વીડિયોને શેર કરતી વખતે કેપ્શન લખવામાં આવ્યું છે કે, “આ વખતે બિગ બોસ એક અલગ જ રંગ બતાવશે, જેને જોઈને તમે બધા દંગ રહી જશો.”

બિગ બોસ 17 ની રિલીઝ ડેટ 

એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘બિગ બોસ 17’ની નવી સીઝન ઓક્ટોબરના મધ્યમાં શરૂ થઈ શકે છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે શોની થીમ સિંગલ્સ વર્સિસ ડબલ્સ હશે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. શોના પ્રોમો વીડિયોમાં પણ એવું કંઈ જોવા મળ્યું નથી જે શોની થીમ પર નક્કર માહિતી આપી શકે.

આ સમાચાર પણ વાંચો  : Shilpa Shetty: શિલ્પા શેટ્ટી પોતાની ફિલ્મ સુખીના પ્રમોશન દરમિયાન અમદાવાદની બની મહેમાન

Rahman Dakait: ધુરંધર’ના સુપરસ્ટારે ફરી દેખાડી પોતાની ખતરનાક બાજુ, કસાઈથી પણ કમ નહોતો રહેમાન ડકૈત!
Dharmendra Birth Anniversary: ધર્મેન્દ્રની જન્મ જયંતિ પર મોટો ફેરફાર! ખંડાલાના ફાર્મહાઉસ પર નહીં થાય ઉજવણી, પરિવારે કેમ લીધો આ નિર્ણય?
Vikram Bhatt Arrested: ફિલ્મમેકર વિક્રમ ભટ્ટની રાજસ્થાન પોલીસે કરી ધરપકડ, અધધ આટલા કરોડની છેતરપિંડીનો આરોપ, જાણો શું છે સમગ્ર મામલો
Bigg Boss 19: બિગ બોસ ૧૯ ફિનાલે માંગૌરવ ખન્નાએ મારી બાજી, વિજેતાને ટ્રોફી સાથે મળી જંગી પ્રાઇઝ મની
Exit mobile version