News Continuous Bureau | Mumbai
Orry Bigg boss 17: ઓરી દરેક બોલિવૂડ સેલેબ્સ નો ફેવરિટ છે. ઓરી એ દરેક સેલેબ્સ ની પાર્ટી ની શાન છે. ઓરી પોતાના સોશિયલ મીડિઅય પર બોલિવૂડ સેલેબ્સ થી માંડી ને અંબાણી પરિવાર સાથે ની પોતાની તસવીર શેર કરતો રહે છે. લોકો ને તેના વિશે જાણવાની ખુબ જિજ્ઞાસા છે. હવે ઓરી બિગ બોસ ના વિકેન્ડ કા વાર એપિસોડ માં સલમાન ખાન સાથે સ્ટેજ શેર કરતો જોવા મળશે.
બિગ બોસ માં જોવા મળશે ઓરી
ઓરી વિશે ઘણી અટકળ ચાલી હતી કે તે બિગ બોસ ના ઘરમાં પ્રવેશ કરવાનો છે. હવે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં યર સલમાન ખાન સાથે વાતચીત કરી રહ્યો છે. સલમાન ખાન તેને પૂછે છે કે, દર્શક દ્વારા પૂછવામાં આવ્યું છે કે શી ઓરી પાર્ટી માં જવા માટે પૈસા લે છે? આના પર ઓરી જવાબ આપે છે કે મને પૈસા નથી મળતા.પણ ઘણા લોકો મને ફોન કરીને બોલાવે છે. મારા મેનેજર ને ફોન કરી ને કહે છે. તો આના પર સલમાન ખાન ચોંકી જાય છે અને કહે છે શું મેનેજર? તો ઓરી કહે છે હા પાંચ મેનેજર. સલમાન મોઢું છુપાવીને કહે છે, સલમાન ખાન દીકરા, જીવનમાં કંઈક કર, તેની પાસે 5 મેનેજર છે.’
View this post on Instagram
બિગ બોસ 17 ના ઘરમાંથી જીજ્ઞા વોરા ની છુટ્ટી થઇ ગઈ છે. હવે ઓરી ના ઘરમાં પ્રવેશવાના સમાચાર આવી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ ઓરી રવિવાર સુધી ઘરમાં એન્ટ્રી કરશે. આ ઉપરાંત અંકિતા લોખંડે ની માતા પણ તેમને મળવા આવવાની છે.
આ સમાચાર પણ વાંચોઃ Bigg boss 17: બિગ બોસ 17 નો વિકેન્ડ કા વાર એપિસોડ હશે ખાસ, બોલિવૂડ સેલેબ્સ ના બીએફએફ ગણાતા આ વ્યક્તિ ની થશે એન્ટ્રી