News Continuous Bureau | Mumbai
Bigg boss 17: બિગ બોસ 17 હાલ ચર્ચા માં છે. આ શો માં નવી એન્ટ્રી ને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. તાજેતર માં એવા સમાચાર આવ્યા હતા કે રાખી સાવંત તેના પતિ આદિલ સાથે શો માં એન્ટ્રી કરશે પરંતુ રાખી એ આ વાત ને નકારી કાઢી છે. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, બિગ બોસ 17 ના વિકેન્ડ કા વાર એપિસોડ માં બોલિવૂડ સેલેબ્સ નો બીએફએફ ગણાતો ઓરહાન અવતરામણી એટલેકે ઓરી જોવા મળશે.
આ સમાચાર પણ વાંચોઃ Koffee with karan 8: કોફી વિથ કરણ 8 ના નવા પ્રોમો એ વધાર્યો ઉત્સાહ, 11 વર્ષ પછી સાથે જોવા મળશે સ્ટુડન્ટ ઓફ ધ યર ના આ કલાકાર
બિગ બોસ 17 ના ઘરમાં જોવા મળશે ઓરી
ઓરી બી ટાઉનમાં ફેમસ છે. તે સેલેબ્સ દ્વારા હોસ્ટ કરવામાં આવતી દરેક પાર્ટી માં હાજરી આપે છે. ઓરી અંબાણી થી માંડી ને બોલિવૂડ સેલેબ્સ સાથે ની પોતાની તસવીરો શેર કરતો રહે છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, ઓરી એટલે કે ઓરહાન અવતરામણી ટૂંક સમયમાં રિયાલિટી શો ‘બિગ બોસ 17’ના વીકેન્ડ કા વાર એપિસોડમાં જોવા મળશે.જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે ઓરી વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પ્રવેશ કરશે કે નહીં. પરંતુ સૂત્રોનું કહેવું છે કે તે આ શોમાં ગેસ્ટ તરીકે જોવા મળશે. શો ના આગામી એપિસોડ માં, ઓરી શોમાં ઘરના સભ્યો સાથે થોડો સમય પસાર કરતો જોવા મળશે.આ ઉપરાંત ઓરી સલમાન ખાન સાથે સ્ટેજ પણ શેર કરશે.