News Continuous Bureau | Mumbai
Bigg boss 17: બિગ બોસ 17 ના વિકેન્ડ કા વાર એપિસોડ ખુબ મજેદાર બનવાનો છે. આ એપિસોડ માં સલમાન ખાન ની જગ્યા કરણ જોહરે લીધી છે. વિકેન્ડ કા વાર દરમિયાન કરણ જોહર સ્પર્ધકો ની ક્લાસ લગાવતો જોવા મળશે. આ દરમિયાન કરણ જોહર શો ના ફેમિલી વીક દરમિયાન વિકી ની માતા એ જે અંકિતા ને કહ્યું હતું તેના વિશે વિકી સાથે વાત કરતો જોવા મળશે.
કરણ જોહરે વિકી જૈન ને કહી આ વાત
બિગ બોસ 17 નો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં કરણ જોહર વિકી ને કહેતો જોવા મળે છે કે,’જ્યારે તારી માતા બિગ બોસના ઘરમાં આવે છે અને અંકિતાને કેટલાક પ્રશ્નો પૂછે છે, તો પતિ તરીકે તારે તેની પાછળ ઊભા રહેવું જોઈએ. હું એમ નથી કહેતો કે તારે તારી માતા સામે કંઈ બોલવું જોઈએ. પણ હું એટલું જ કહેવા માંગુ છું કે તે સમયે તમારે તમારી પત્નીને એક જ પ્રશ્ન પૂછવો જોઈતો હતો, અંકિતા શું થયું?’
Promo #BiggBoss17 #WKW#KaranJohar questions #VickyJain for #AnkitaLokhande pic.twitter.com/R4OodKxKx3
— The Khabri (@TheKhabriTweets) January 12, 2024
ત્યારબાદ વિકી અંકિતા ને કહેતો જોવા મળે છે કે, “જો તારા પપ્પા હોત તો તું શું કહેત?” આ બધું જોઈને પિતાને પણ આવી જ લાગણી થઈ શકે છે. જો તમે કંઈપણ સંભાળી શકતા નથી તો તમે ખોટી પ્રતિક્રિયા આપો છો, તમે જે રીતે મારી સાથે વાત કરો છો, તે નેશનલ ટીવી પર યોગ્ય નથી લાગતું. મને ખબર નથી કે તમે આટલી સરળ વાત ક્યારે સમજી શકશો? અંકિતા કોઈ જવાબ આપ્યા વિના ચુપચાપ વિકીની વાત સાંભળતી જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો : Koffee with karan 8: કોફી વિથ કરણ 8 માં નીતુ કપૂરે કર્યા ઘણા ખુલાસા, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ને આપવા માંગે છે આ સલાહ