Site icon

Bobby darling: દિલ્હી મેટ્રોમાં બોબી ડાર્લિંગે કરી એક મુસાફર સાથે હાથાપાઈ, લડાઈ નો વિડીયો થયો વાયરલ

Bobby darling: બોબી ડાર્લિંગ દિલ્હી મેટ્રોમાં સફર કરી રહી હતી. આ દરમિયાન ટ્રેન ની અંદર તેનો એક મુસાફર સાથે ઝઘડો થયો હતો. હવે તેમની આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

bobby darling gets into physical fight with passenger inside delhi metro

bobby darling gets into physical fight with passenger inside delhi metro

News Continuous Bureau | Mumbai

Bobby darling: બોલિવૂડ ફિલ્મો, ટીવી સિરિયલો અને રિયાલિટી શોમાં જોવા મળેલ બોબી ડાર્લિંગ ઘણા સમયથી સ્ક્રીન પરથી ગાયબ છે. જોકે, તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે અવારનવાર તેની સાથે જોડાયેલી વસ્તુઓ પોસ્ટ કરતી રહે છે.હવે બિગ બોસની પૂર્વ સ્પર્ધક બોબી ડાર્લિંગ ફરી એકવાર સમાચારમાં આવી છે. વાસ્તવમાં બોબી નો દિલ્હી મેટ્રોની અંદર એક મુસાફર સાથે ઝઘડો થયો હતો. હવે તેમની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

Join Our WhatsApp Community

 

બોબી ડાર્લિંગ નો મારપીટ નો વિડીયો થયો વાયરલ 

બોબી ડાર્લિંગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેનો એક મુસાફર સાથે ઝઘડો થાય છે. આ વ્યક્તિ મેટ્રોના પ્રવેશદ્વાર પર ખૂણામાં ઉભો હતો. આ દરમિયાન બોબી તેના હાથમાં રહેલી બેગથી તેની તરફ ઇશારો કરે છે. આ વ્યક્તિ ગુસ્સે થઈ જાય છે અને પછી બોબી સાથે ઝપાઝપી કરવા લાગે છે. આ જોઈને બોબી ડરી જાય છે અને તેનો દુપટ્ટો પડી જાય છે. તે સમયે ત્યાં  સીઆઈએસએફ નો જવાન આવે છે અને દરમિયાનગીરી કરે છે. 

બોબી ડાર્લિંગ ની કારકિર્દી 

તમને જણાવી દઈએ કે બોબી ડાર્લિંગ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ફેમસ ટ્રાન્સજેન્ડર એક્ટ્રેસ છે. તે ‘તા રા રમ પમ’, ‘પેજ 3’ અને ‘ચલતે ચલતે’ અને ‘હસી તો ફસી’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. આ સિવાય તે રિયાલિટી શો બિગ બોસનો પણ ભાગ રહી ચૂકી છે.

આ સમાચાર પણ વાંચો : Gadar 2 OTT: હવે ઘરે બેઠા જુઓ તારા સકીના ની પ્રેમ કહાની, થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ આ દિવસે ઓટીટી પર રિલીઝ થશે ગદર 2, જાણો વિગત

 

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version