Site icon

ગ્રેમી એવોર્ડ વિજેતા પૉપ સિંગરે ગુમાવ્યું પોતાનું બાળક, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ

News Continuous Bureau | Mumbai

ગ્રેમી એવોર્ડ વિજેતા અમેરિકન પોપ સિંગર બ્રિટની સ્પીયર્સ (Britney Spears) દરરોજ હેડલાઇન્સમાં રહે છે. ક્યારેક પિતા સાથે સંરક્ષકતાના મામલાને લઈને તો ક્યારેક સેમ અસગરી (Sem Asgari)સાથેના તેમના સંબંધો ને લઈને. તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા બ્રિટનીએ ફેન્સને પોતાની પ્રેગ્નન્સી(Britney Spears pregnancy) વિશે જણાવ્યું હતું. બ્રિટનીએ કહ્યું હતું કે તે મંગેતર સેમ અસગરીના બાળક ની માતા બનવા જઈ રહી છે પરંતુ હવે તેણે એક ઈમોશનલ પોસ્ટ કરીને તેની કસુવાવડ (Miscarriage) અંગે માહિતી આપી છે.

Join Our WhatsApp Community

બ્રિટની સ્પીયર્સે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ (instagram post) દ્વારા તેના કસુવાવડ વિશે માહિતી આપી છે. બ્રિટનીએ એક લાંબી નોંધ લખીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. બ્રિટનીએ લખ્યું કે, 'બહુ દુખ સાથે કહેવું પડે છે કે અમે પ્રેગ્નન્સીની શરૂઆતમાં જ અમારું બાળક ગુમાવ્યું છે. આ ક્ષણ કોઈપણ માતાપિતા માટે હૃદયદ્રાવક છે. જ્યાં સુધી આપણે  સાથે ન આવ્યા ત્યાં સુધી કદાચ આપણે આ સારા સમાચાર વિશ્વ સાથે શેર ન હતા કરવા જોઈતા , પરંતુ અમે આ સારા સમાચાર શેર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. એકબીજા પ્રત્યેનો આપણો પ્રેમ એ આપણી તાકાત છે. અમે અમારા આ સુંદર પરિવારને આગળ લઈ જવાના અમારા પ્રયાસો ચાલુ રાખીશું. અમે આ મુશ્કેલ તબક્કામાંથી બહાર નીકળવા માટે થોડી ગોપનીયતા (privesy)ઈચ્છીએ છીએ.’ 

આ સમાચાર પણ વાંચો: સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'માં આયુષ શર્મા બાદ થઈ આ અભિનેતા ની એન્ટ્રી,ભજવશે મહત્વની ભૂમિકા

બ્રિટનીની આ દુઃખદ પોસ્ટ પર, તેના મંગેતર સેમ અસગરી (Sem Asgari post)સહિતના ચાહકોએ પણ તેને પ્રોત્સાહન આપ્યું છે. સેમે લખ્યું, "ટૂંક સમયમાં આવો ચમત્કાર થશે." તેમજ, ચાહકો પણ બ્રિટનીના સમર્થનમાં છે અને તેને હિંમતથી કામ કરવાની સલાહ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બ્રિટની અને સેમ વચ્ચે ઉંમરમાં 12 વર્ષનું અંતર છે. બ્રિટની 39 વર્ષની છે, જ્યારે સેમ 27 વર્ષનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેમ અને બ્રિટની 2016માં મ્યુઝિક વીડિયો(Music video) 'સ્લમ્બર પાર્ટી'ના સેટ પર મળ્યા હતા. બંનેએ થોડા સમય પહેલા સગાઈ કરી હતી.તમને જણાવી દઈએ કે બ્રિટની સ્પીયર્સ અને તેના પૂર્વ પતિ કેવિન ફેડરિનને પહેલાથી જ બે કિશોર પુત્ર સીન અને જેડન છે.

Ajey: The Untold Story of a Yogi: યોગી આદિત્યનાથની બાયોપિક ‘અજેય’ પર વિવાદ, આ દેશો માં બેન થઇ ફિલ્મ
Aishwarya-Abhishek Divorce Rumours: એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક ના છૂટાછેડા ની સાથે સાથે ઐશ્વર્યા કેમ તેની માતા ને ઘરે રહે છે તે અંગે પણ પ્રહલાદ કક્કડ એ કર્યો ખુલાસો
Anupama Twist: ‘અનુપમા’માં આવશે ભાવનાત્મક વળાંક, દેવિકા ની હકીકત આ રીતે આવશે અનુ ની સામે
Cocktail 2 : ‘કોકટેલ 2’ના સેટ પરથી શાહિદ, કૃતિ અને રશ્મિકા ના લૂક્સ થયા વાયરલ, જુઓ BTS તસવીરો
Exit mobile version