News Continuous Bureau | Mumbai
બોલિવૂડમાં ‘સડક 2’ અને ‘બાટલા હાઉસ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ ક્રિસન પરેરા ભૂતકાળમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ક્રિસન પરેરાની યુએઈ પોલીસે ડ્રગ્સના આરોપમાં ધરપકડ કરી હતી. જો કે હવે એવા અહેવાલ છે કે અભિનેત્રી ગત દિવસે જેલમાંથી મુક્ત થઈ ગઈ છે. હવે તાજેતરમાં, અભિનેત્રીએ જેલમાં હોવાનો તેણીનો અનુભવ અને ત્યાં તેના દિવસો પસાર કરવા માટે તેના માટે કેટલું મુશ્કેલ હતું તે શેર કર્યું.
Justice done, my college friend #ChrisannPereira is Free now, Culprits caught by Mumbai Police Thanks to all for support and prayers. #justiceforchrisannpereira Family Wins the fight. God is great pic.twitter.com/FKvvORywht
— Sailesh Mishra (@sailesh2000) April 26, 2023
ક્રિસને સંભળાવી આપવીતી
થોડા સમય પહેલા ક્રિસનના ભાઈ કેવિન પરેરાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં ક્રિસન શારજાહ જેલમાંથી છૂટ્યા બાદ તેના પરિવાર સાથે વાત કરતી જોવા મળી રહી છે. શારજાહ જેલમાંથી છૂટ્યા બાદ અભિનેત્રી તેની માતા સાથે વીડિયો કોલ પર વાત કરતી જોવા મળે છે. દીકરી સાથે વાત કરતાં તેની માતા ખુશીથી ચમકતી જોવા મળે છે.તાજેતરમાં, ક્રિસને એક પત્રમાં લખ્યું હતું કે, ‘ડિયર વોરિયર્સ, જેલમાં મને પેન અને કાગળ શોધવામાં ત્રણ અઠવાડિયા અને પાંચ દિવસ વીતી ગયા. ટાઇડ થી મારા વાળ ધોવા અને ટોયલેટના પાણીથી કોફી બનાવવી પડી હતી. મેં બોલિવૂડ ફિલ્મો જોઈ. કેટલીકવાર મારી આંખોમાં આંસુ આવી ગયા હતા , વિચારીને કે મારી ઇચ્છાઓ મને અહીં લાવી છે. હું ક્યારેક આપણી સંસ્કૃતિ, આપણી ફિલ્મો અને ટીવીના પરિચિત ચહેરાઓ પર સ્મિત કરું છું. હું એક ભારતીય હોવાનો અને ભારતીય ફિલ્મ ઉદ્યોગ સાથે સંબંધિત હોવાનો ગર્વ અનુભવું છું.
View this post on Instagram
ક્રિસને માન્યો આ લોકો નો આભાર
આ સિવાય અભિનેત્રીએ તેની માતા, પિતા, મિત્રો, મીડિયા, પોલીસનો આભાર માન્યો, જેમણે તેના પર વિશ્વાસ કર્યો અને કહ્યું, ‘તમે જ સાચા યોદ્ધાઓ છો, જ્યારે હું તેમના દ્વારા રમાતી આ ગંદી રમતમાં માત્ર એક પ્યાદુ છું.’ આંતરરાષ્ટ્રીય સંગઠિત અપરાધને પ્રોત્સાહન આપતા વાસ્તવિક ગુનેગારોને પકડવા માટે મારી વાર્તા ટ્વિટ અને ફરીથી શેર કરનારા તમામનો હું હંમેશ માટે આભારી છું.એટલું જ નહીં, અભિનેત્રીએ આગળ લખ્યું, ‘આપણે એક મહાન શક્તિશાળી રાષ્ટ્રના છીએ અને હું ઘરે પરત ફરવાની રાહ જોઈ શકતી નથી. મારા જીવન અને આ કૌભાંડનો ભોગ બનેલા અન્ય નિર્દોષ લોકોનો જીવ બચાવવા બદલ તમારો આભાર. ન્યાય ની હંમેશા જીત થાય