News Continuous Bureau | Mumbai
Deepika padukone: દીપિકા પાદુકોણ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ફાઈટર’ને લઈને ચર્ચામાં છે. હાલમાંજ આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું, જેમાં રિતિક, દીપિકા અને અનિલ કપૂરના ફાઈટર પાયલોટ અવતારે લોકોને દંગ કરી દીધા હતા. બીજી તરફ રિતિક અને દીપિકા આ ફિલ્મ માં પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. લોકોને બંને ની કેમેસ્ટ્રી ઘણી પસંદ આવી હતી. દીપિકાની આ ફિલ્મ ભારતના 75માં ગણતંત્ર દિવસના અવસર પર 25 જાન્યુઆરી, 2024ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. હવે ફિલ્મની રિલીઝ પહેલા, તાજેતરમાં જ દીપિકા પાદુકોણ તેની બહેન સાથે ભગવાન વ્યંકટેશ ના આશીર્વાદ લેવા તિરુમાલા પહોંચી હતી.
દીપિકા પાદુકોણ તેની બહેન અનીશા સાથે પહોંચી તિરુમાલા
દીપિકા પાદુકોણ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, દીપિકા તેની બહેન અનીશા સાથે ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લેવા તિરુમાલા પહોંચી છે. આ દરમિયાન દીપિકાએ કાળો કો-ઓર્ડ સેટ પહેર્યો હતો જયારે તેની બહેન અનીશા કેસરી ટી શર્ટ માં જોવા મળી રહી છે. દીપિકા તેની ફિલ્મ ફાઈટર ની સફળતા માટે ભગવાન વ્યંકટેશ ના આશીર્વાદ લેવા પહોંચી હતી.
#WATCH | Andhra Pradesh | Actor Deepika Padukone arrived at Tirumala this evening, to offer prayers to Lord Venkateswara. Her sister and professional golfer Anisha Padukone was also with her. pic.twitter.com/o1x6g9dLG5
— ANI (@ANI) December 14, 2023
દીપિકા પાદુકોણ ફિલ્મ ફાઈટર સિવાય રોહિત શેટ્ટી ની ફિલ્મ સિંઘમ અગેઇન માં પણ જોવા મળશે. આ ફિલ્મ માં તેની સાથે અજય દેવગણ, અક્ષય કુમાર અને રણવીર સિંહ પણ છે. 
આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor Ramayan: એનિમલ બાદ રામ બન્યો રણબીર કપૂર, સાઈ પલ્લવી સાથે આ મહિનામાં કરશે રામાયણ નું શૂટિંગ, કેજીએફ સ્ટાર યશ સાથે થશે ટક્કર
 
			         
			         
                                                        