Site icon

Dhurandhar 2: ૪૦૦ કરોડ દાવ પર! ‘ધુરંધર 2’ રિલીઝ થતાની સાથે જ ઓનલાઈન લીક; પાઈરસીના ભરડામાં ફસાઈ ફિલ્મ, મેકર્સને કરોડોનું નુકસાન જવાની ભીતિ

Dhurandhar 2: રણવીર સિંહની એક્શન ફિલ્મનું HD પ્રિન્ટ પાઈરેસીની ઝપેટમાં, ગેરકાયદેસર ડાઉનલોડ કરનારાઓને ૩ લાખ સુધીનો દંડ થઈ શકે છે

Dhurandhar 2 Full Movie Leaked Online in HD

Dhurandhar 2 Full Movie Leaked Online in HD

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2: રણવીર સિંહ  સ્ટારર અને વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ ‘ધુરંધર 2’ સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ એક મોટા વિવાદમાં ફસાઈ છે. એડવાન્સ બુકિંગમાં  ધૂમ કમાણી કરનાર આ ફિલ્મ રિલીઝના થોડા જ કલાકોમાં ઇન્ટરનેટ પર ગેરકાયદેસર વેબસાઇટ્સ પર લીક  થઈ ગઈ છે. ૩ કલાક અને ૪૪ મિનિટની આ આખી ફિલ્મ HD ક્વોલિટીમાં ઓનલાઈન ઉપલબ્ધ થતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 CBFC Cuts: ‘ધુરંધર ૨’ માં સેન્સર બોર્ડની કાતર ફરી: આટલા કટ અને ‘A’ સર્ટિફિકેટ સાથે મળી મંજૂરી, જાણો કયા સીન્સ હટાવવામાં આવ્યા

પાઈરેસીને કારણે બોક્સ ઓફિસ કલેક્શન પર પડી શકે છે અસર 

૪૦૦ કરોડના તોતિંગ બજેટમાં બનેલી ‘ધુરંધર 2’ ના મેકર્સ માટે આ એક મોટો આંચકો છે. પાઈરેસીને કારણે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર સીધી અસર પડી શકે છે. ગેરકાયદેસર વેબસાઇટ્સ પરથી ફિલ્મ ફ્રીમાં ડાઉનલોડ  કરીને જોનારા લોકોના કારણે કલાકારો અને ટેકનિશિયનોની મહેનત પર પાણી ફરી વળવાની શક્યતા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સતત દર્શકોને અપીલ કરી રહી છે કે તેઓ સિનેમાઘરોમાં જઈને જ ફિલ્મ નિહાળે.


ભારતીય કોપીરાઈટ એક્ટ (Copyright Act, 1957) હેઠળ ફિલ્મોની પાઈરેસી કરવી એ કાયદાકીય અપરાધ છે. જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર લિંક પરથી ફિલ્મ ડાઉનલોડ કરતા અથવા પ્રસારિત કરતા ઝડપાય, તો તેને ૩ લાખ રૂપિયા સુધીનો દંડ અને જેલની સજા પણ થઈ શકે છે. પ્રશાસન અને સાયબર સેલ દ્વારા આવી વેબસાઇટ્સને બ્લોક કરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે, પરંતુ નવી લિંક્સ દ્વારા પાઈરેસી સતત ફેલાઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cocktail 2 Teaser: ‘ધુરંધર 2’ ની સાથે મોટો ધડાકો! ‘કૉકટેલ 2’ નું ટીઝર રિલીઝ; શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે રશ્મિકા મંદાનાનો ગ્લેમરસ અંદાજ વાયરલ
Naagzilla OTT Release: કાર્તિક આર્યનનો ‘નાગઝિલા’ અવતાર હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર! ઈચ્છાધારી નાગનો તાંડવ જોવા થઈ જાઓ તૈયાર; આ દિવસે થશે ડિજિટલ પ્રીમિયર
Aishwarya Rai Professionalism: શૂટિંગ દરમિયાન ૭ કલાક સુધી કેમ ઉભી રહી ઐશ્વર્યા રાય? જ્વેલરે જણાવ્યું તેની સાડી પાછળનું ખાસ કારણ
Hrithik Roshan: ગ્રીક ગોડનો નવો અવતાર! રિતિક રોશનની ફિલ્મ ‘મેસ’ (Mess) નું પોસ્ટર રિલીઝ, પ્રાઇમ વિડિયો પર થશે મોટો ધડાકો.
Exit mobile version