News Continuous Bureau | Mumbai
Dhurandhar 2:ફિલ્મમેકર આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર ૨’ ને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ છે. તાજેતરમાં એવા સમાચાર વહેતા થયા હતા કે સેન્સર બોર્ડે ફિલ્મનો રન-ટાઈમ ઘટાડી દીધો છે અને હિંસક દ્રશ્યો કાપી નાખ્યા છે. જોકે, એક્સક્લુઝિવ વિગતો મુજબ આ તમામ માહિતી ભ્રામક છે. જે સર્ટિફિકેટ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, તે હકીકતમાં ‘ધુરંધર’ ના પ્રથમ ભાગના ટીવી પ્રીમિયર માટેનું છે.
આ સમાચાર પણ વાંચો : Mardaani 3 OTT Release: શું તમે ‘મર્દાની 3’ જોવાનું ચૂકી ગયા છો? જાણો કયા OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે રાનીની આ ફિલ્મ
શું છે અફવાનું સત્ય?
ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘ધુરંધર ૨’ નું શૂટિંગ હજુ ગયા અઠવાડિયા સુધી ચાલતું હતું અને ફિલ્મ હજુ સેન્સર બોર્ડમાં સબમિટ પણ કરવામાં આવી નથી. વાયરલ સર્ટિફિકેટમાં ફિલ્મનું નામ માત્ર ‘ધુરંધર’ લખેલું છે, જ્યારે સિક્વલનું નામ ‘ધુરંધર: ધ રિવન્જ’ (Dhurandhar: The Revenge) છે.
પ્રથમ ‘ધુરંધર’ ફિલ્મને થિયેટરમાં ‘A’ (ફક્ત વયસ્કો માટે) સર્ટિફિકેટ મળ્યું હતું. ટીવી બ્રોડકાસ્ટિંગના નિયમો મુજબ ‘A’ સર્ટિફિકેટવાળી ફિલ્મ સીધી ટીવી પર બતાવી શકાતી નથી. આથી, ટીવી પ્રીમિયર માટે ગાળો મ્યૂટ કરવામાં આવી છે અને કેટલાક હિંસક દ્રશ્યો એડિટ કરીને તેને ‘UA 16+’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ ફિલ્મ માર્ચના પ્રથમ અઠવાડિયામાં સ્ટાર ગોલ્ડ ચેનલ પર પ્રસારિત થશે.’ધુરંધર ૨’ માં રણવીર સિંહનું પાત્ર વધુ આક્રમક જોવા મળશે. તે પાકિસ્તાનમાં રહીને પોતાનો બદલો લેશે અને આતંકવાદનો સફાયો કરશે. આ ફિલ્મ ૧૯ માર્ચ, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
