News Continuous Bureau | Mumbai
Shahrukh khan dunki: શાહરૂખ ખાને ‘પઠાણ’થી ચાર વર્ષ બાદ ફિલ્મોમાં શાનદાર પુનરાગમન કર્યું હતું. ‘પઠાણ’ બાદ શાહરૂખ ખાનની આ વર્ષની બીજી ફિલ્મ ‘જવાન’એ પણ રિલીઝ થતાં જ ધૂમ મચાવી દીધી છે. અભિનેતાની ફિલ્મ જોવા માટે ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસના રેકોર્ડ તોડવા ના માર્ગે છે. હવે કિંગ ખાન ના ચાહકો આ વર્ષે રિલીઝ થનારી તેની ત્રીજી ફિલ્મ ‘ડંકી’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ અમારી પાસે તે ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. ખરેખર, જો રિપોર્ટનું માનીએ તો ‘ડંકી’ 2023માં રિલીઝ થશે નહીં.
આ સમાચાર પણ વાંચો : The vaccine war: કોરોના વાયરસ, રસી અને રાજકારણ, વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ ધ વેક્સીન વોરે અપાવી મુશ્કેલ સમયની યાદ, જુઓ ફિલ્મ નું ધમાકેદાર ટ્રેલર
ડંકી ની રિલીઝ ડેટ પાછળ ધકેલાઈ?
અગાઉ એવું આયોજન કરવામાં આવ્યું હતું કે શાહરૂખ ખાન રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ડંકી’ સાથે ધમાકેદાર વર્ષનો અંત કરશે. પરંતુ હવે એક અહેવાલ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘ડંકી’ના નિર્માતાઓ અસમંજસમાં છે કે શું તેઓ આ વર્ષે શાહરૂખ ખાનની ત્રીજી ફિલ્મ રિલીઝ કરવી જોઈએ કે નહીં. રિપોર્ટમાં શાહરૂખની નજીકના એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ‘મારું માનવું છે કે તેઓ આવતા વર્ષની શરૂઆતમાં ડંકી ને રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે.’ તેણે આગળ કહ્યું, ‘આ વર્ષે શાહરૂખની બંને ફિલ્મો ‘પઠાણ’ અને ‘જવાન’ બ્લોકબસ્ટર રહી છે. ત્રીજી ફિલ્મ લાવવાનો કોઈ અર્થ નથી. થોડા મહિના રાહ જોવી યોગ્ય રહેશે અને શાહરૂખના ચાહકોને બન્ને ફિલ્મ ની સફળતાનો આનંદ માણવા માટે થોડો સમય આપો. આપણે એ ન ભૂલવું જોઈએ કે પઠાણ અને જવાનને હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. મતલબ કે શાહરૂખ ખાનનો ચાર્મ વર્ષના અંત સુધી ચાલુ રહેશે. સ્ત્રોતે વધુમાં ઉમેર્યું હતું કે જો ડંકી આ વર્ષે રિલીઝ થશે, તો અભિનેતા 2024 માં એક પણ ફિલ્મ રજૂ કરી શકશે નહીં.