News Continuous Bureau | Mumbai
Eijaz khan: એજાઝ ખાન અને પવિત્રા પુનિયા ની મુલાકાત શો બિગ બોસ 14 દરમિયાન થઇ હતી. શો દરમિયાન બંને એકબીજા ના પ્રેમમાં પડ્યા હતા. શો માંથી બહાર આવ્યા બાદ થોડા વર્ષો સુધી સાથે રહ્યા પછી, આ દંપતીએ તાજેતરમાં અલગ થવાનું નક્કી કર્યું. જો કે બંનેએ તેમના બ્રેકઅપ વિશે વાત કરવાનું ટાળ્યું છે પરંતુ થોડા દિવસ પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા એ એજાઝ પવિત્રા સાથે છેતરપીંડી કરી રહ્યો હતો હવે મીડિયા રિપોર્ટમાં એજાઝ અને પવિત્રા વચ્ચે ના બ્રેકઅપ નું કારણ સામે આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Taapsee pannu: તાપસી પન્નુ એ મેથિયાસ બો સાથેના પોતાના લગ્ન ની કરી પુષ્ટિ, જણાવ્યું ગુપચુપ સાત ફેરા લેવાનું કારણ
એજાઝ ખાન અને પવિત્રા પુનિયા નું બ્રેકઅપ
એજાઝ ના નજીક ના સૂત્ર એ આ અંગે એક ન્યુઝ પોર્ટલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘આ વાત તદ્દન ખોટી છે. એજાઝ હંમેશા અભિનેત્રી માટે ખૂબ જ વફાદાર હતો અને તેને ઘણો પ્રેમ કરતો હતો. તેઓ પણ સાથે રહેતા હતા અને તે સમયે એજાઝના જીવનમાં બીજું કોઈ નહોતું અને આજ સુધી આ વાત સાચી છે.પવિત્રા સાથેના બ્રેકઅપ બાદ એજાઝ હાલમાં સિંગલ છે અને અન્ય કોઈ સંબંધમાં આવવા તૈયાર નથી. તે પોતાનું તમામ ધ્યાન તેના કામના પ્રોજેક્ટ પર આપી રહ્યો છે અને અત્યારે કોઈ નવો સંબંધ શરૂ કરવાની સ્થિતિમાં નથી.’